Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

15 ઓગસ્ટના રોજ ડો.પ્રદીપ કણસાગરાના 70 મા જન્મદિવસ નિમિત્તે કૃતજ્ઞતા કાર્યક્રમ : જોય એકેડેમીના ઉપક્રમે આંતર રાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીનો જલસો ' : ' ભારત અને કોલમ્બસનું ભારત , નાસ્તાથી નાસા સુધી ' શ્રી જય વસાવડાની સ્પીચ : યુ.એસ.એ., ભારત ,તથા ઓસ્ટ્રેલિયામાં 15 અને 16 ઓગસ્ટના રોજ યુટ્યુબ અને ફેસબુક લાઈવ દ્વારા માણવાની તક

(દિપ્તીબેન જાની દ્વારા),ન્યુજર્સી : ભારતના સ્વાતંત્ર્ય દિન તથા ડો.પ્રદીપ કણસાગરના જન્મદિવસ 15 ઓગસ્ટ નિમિત્તે જોય એકેડેમીના ઉપક્રમે આંતર રાષ્ટ્રીય હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદીનો જલસો પ્રોગ્રામનું આયોજન કરાયું છે.કાર્યક્રમ અંતર્ગત ડો.કણસાગરા તેમના જીવનમાં યોગદાન આપનાર સ્વ. શ્રી જીણાભાઇ કણસાગરા તથા તથા સ્વ.શ્રી વિઠ્ઠલભાઈ સીનોજીયા સહીત સહુનું ઋણ સ્વીકાર કરી આભાર માનશે ડો.જગદીશ ત્રિવેદીનો જલસો કાર્યક્રમમાં પદ્મશ્રી ગણપતભાઈ પટેલ ,શ્રી બી.યુ.પટેલ ,તથા ડો.વલ્લભ કથીરિયા અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે .

કાર્યક્રમ 15 ઓગસ્ટ શનિવારના રોજ યુ.એસ.એ.માં રાત્રે 9-30 કલાકે EST તથા ભારતમાં 16 ઓગસ્ટ રવિવારે સવારે 7- વાગ્યે અને ઓસ્ટ્રેલિયામાં સવારે 11-30 કલાકે ફેસબુક લાઈવ તથા યુટ્યુબ લાઈવ મારફત માણી શકાશે .

કાર્યક્રમનું આયોજન શ્રી ભાસ્કર સુરેજા ,શ્રી ચતુર છભાયા ,શ્રી કણસાગરા પરિવાર , ડો.ભાણજી કુંડારીયા ,ડો.સી.ડી.લાડાણી ,શ્રી સિણોજીયા પરિવાર ,શ્રી ભીમા મોઢવાડીયા ,શ્રી દિલીપ વાછાણી ,તથા શ્રી ભૂપેશ ગોવાણી દ્વારા કરવામાં આવ્યું છે.

ઉપરાંત ' ભારત અને કોલમ્બસનું ભારત , નાસ્તાથી નાસા સુધી 'વિષય ઉપર શ્રી જય વસાવડાની સ્પીચ નું આયોજન કરાયું છે.  જે 16 ઓગસ્ટ રવિવારે યુ.એસ.એ.માં સવારે 11-30 કલાકે EST ,ભારતમાં રાત્રે 9-કલાકે અને યુ.કે.માં બપોરે 4-30 કલાકે ફેસબુક લાઈવ અને યુટ્યુબ લાઈવ ઉપર માણી શકાશે
આ પ્રસંગે ડો.પ્રદીપ કણસાગરા તેમના જીવનમાં યોગદાન આપનાર સ્વ.શ્રી ઉકાભાઇ સોલંકી ,સ્વ.ડો.અજિત ફડકે ,તથા સ્વ.ડો.વલ્લભભાઈ પટેલ સહિતનાઓનું ઋણ સ્વીકાર કરશે.બી.ટી.સવાણી હોસ્પિટલના અમેરિકાના મુખ્ય દાતાઓ તરીકે સુશ્રી નલિની ઉકાભાઇ સોલંકી ,ડો.ભાણજી કુંડારીયા ,તથા ડો.પરિમલ કણસાગરા છે.

જોય એકેડેમી આયોજિત કાર્યક્રમના આયોજકો તરીકે શ્રી ભાસ્કર સુરેજા ,શ્રી દિલીપ વાછાણી શ્રી કણસાગરા પરિવાર ,ડો.સી.ડી.લાડાણી ,શ્રી પંકજ સુતરીયા ,શ્રી ભીમા મોઢવાડીયા, શ્રી ચતુર છભાયા , શ્રી કાંતિ ઘેટીયા ,તથા શ્રી ભૂપેશ ગોવાણીનો સમાવેશ થાય છે.

ડૉ. પ્રદિપ કણસાગરાએ તેમનો ૭૦મી જન્મ દિવસ એક વિશિષ્ટ રીતે ઉજ્વેલ હતો. તેઓએ કિડની બિમારી વિશે જ્નજાગૃતિ લાવવાના હેતુથી એક આંતરરાષ્ટ્રીય વેબીનારનું આયોજ્ન કરેલ હતું. વેબીનારમાં યુરોલોજીના ગુજરાતના સિનિયર મોસ્ટ પ્રોફેસર ડૉ. પી.સી.પટેલ, અમેરિકાના સમાજ શ્રેષ્ઠી દાતાશ્રી ડૉ. કિરણ પટેલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. ડૉ. કિરિણ પટેલે કિડનીની બિમારીઓ વિશે સંશોધન કરી તેને અટકાવવાનો અનુરોધ કરેલ હતો. ભારતના નામાંકિત યુરોલોજીસ્ટ મિત્રો ડૉ. જનક દેસાઇ, ડૉં. સુનિલ મોટેરીયા, ડૉ. હરેશ હુમ્મર અને નેફોલોજીસ્ટ ડૉ. દિવ્યેશ વિરોજાએ કિડનીની બિમારી વિશે માહિતી આપેલ અને બિમારી અટકાવવાના ઉપાયો વિશે સરળ ગુજરાતી ભાષામાં સમજણ આપી મંત્રમુગ્ધ કર્યા હતા. આ વેબીનારનો આશરે ૧૦,૦૦૦ લોકોને લાભ લીધેલ અને ખુબ સારો પ્રતિભાવ મળેલ હતો. ડૉ. ભાણજી કુંડારીયાએ મહેમાનોનો સુંદર પરિચય કરાવ્યો હતો અને શ્રી ભાસ્કરભાઇ સુરેજાએ આભાર વ્યકત કર્યો હતો.

ડોં. પ્રદિપ કણસાગરાએ સ્પોન્સર કરેલ કડવા પાટીદાર સમાજ ઓફ નોર્થ અમેરિકાના સહયોગથી આતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગાયક શ્રી વિનોદ પટેલે “ખૂશ્બુ ગુજાતની સંગીત સરિતા” ના માધ્યમથી શ્રોતાઓને સંગીતમય બનાવી તરબતોળ કર્યા હતા.

ડૉ. પ્રદિપ કણસાગરાના ૭૦માં જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ કૃતજ્ઞતાના ભાવી કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ હાસ્ક કલાકાર ડો. જગદીશ ત્રિવેદી અમેરિકા માટે તા. ૧૫મી ઓગષ્ટે કાર્યકમ આપશે. અમેરિકાના પદ્દમશ્રી ડોં. ગણપતભાઇ પટેલ , ઉધોગપતિ દાતાશ્રી બી.યુ.પટેલ, ડૉ. વલ્લભભાઇ કંથિરીયા હાજરી આપશે.

મોટીવેશ્નલ સ્પીકર શ્રી જયભાઇ વસાવડા અમેરિકા માટે તા. ૧૬મી ઓગષ્ટે કાર્યકમો આપશે. જેમાં કિડની હોસ્પિટલના અમેરિકાના દાતાશ્રી શ્રીમતિ નલિનીબેન ઉકાભાઇ સોલંકી, ડો. ભાણજી કુંડારીયા તથા ડૉ. પરિમલ કણસાગરા હાજરી આપશે.

ડૉ. પ્રદિપ કણસાગરાએ તેમના પરના ઋણ અદા કરવા તેમના પિતાશ્રી સ્વ. જીણાભાઈ કણસાગરા તેમના ધર્મપત્નિ કિરણબેનના પિતાશ્રી સ્વ શ્રી વિઠ્ઠૃલભાઇ સિણોજીયા, સ્વ. શ્રી ઉકાભાઇ સોલંકી, તેમના શિક્ષક સ્વ. ડૉ. અજીત ફળકે અને સ્વ. ડૉ. વલ્લભભાઇ પટેલને શ્રધ્ધાંજલે આપશે.

તેમને હમહંમેશ મદદ કરતા કિડની હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ તથા વિપશ્યનના ટ્રસ્ટીશ્રીઓનો આભાર વ્યકત કરશે.

હાસ્‍ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદી અને મોટીવેશ્નલ સ્પીકર શ્રી જયભાઈ વસાવડાના કાર્યક્રમનો લાભ લેવા કણસાગરા પરિવાર, સિણોજીયા પરિવાર, શ્રી ભુપેશભાઇ ગોવાણી અનુરોધ કરે છે.

જય એકેડેમી દ્રારા યોજાયેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તેના આયોજકો શ્રી ભાસ્‍કરભાઇ સુરેજા, ડૉ. ભાણજી ફૂંડારીયા, ડૉં.સી.ડી.લાડાણી, શ્રી ભિમાભાઇ મોઢવાડીયા, શ્રી ચતુરભાઇ સભાયા, શ્રી દિલીપભાઇ વાછાણી, શ્રી પંકજમાઇ સુતરીયા, શ્રી કાન્તીભાઇ ઘેટીયા જ્ડેમત ઉઠાવી રહ્યા છે.

ડો. પ્રદિપ કણસાગરાનો જન્મ ૧૫મી ઓગષ્ટના આઝાદીના દિવસે થયો હતો. તેઓએ સૌરાષ્ટ્રની જનતાને પ્રથમ યુરોલોજીસ્ટ તરીકે સેવાઓ આપી. અનેક સેવાકીય સંસ્થાઓની આગેવાની કરી સિંહફાળો આપેલ છે.

સૌરાષ્ટ્રનું વિપશ્યના સેન્ટર, ધમકોટના પાયાના ટ્રસ્ટી હતા. ‘‘માનવ સેવા અેજ પ્રભુસેવા’’માં માનતા ડૉ. પ્રદિપ કણસાગરાએ સોરાષ્ટ્રની ખ્યાતનામ સેવાકીય બી.ટી.સવાણી કિડની હોસ્‍પીટલનું વિચારબીજ રોપી સ્થાપક મેનેજીંગ ટ્રસ્ટી તથા ચેરમેન તરીકે ૧૫ વર્ષ સેવાઓ આપી. સો ટ્રસ્ટીશ્રીઓ, દાતાશ્રીઓ, કન્સલ્ટન્ટ ડૉંક્ટરો અને હોસ્‍પીટલ પરિવારના સોએ સાથે મળી એક નમૃનેદાર કિડની ઇન્સ્ટીટયૂટની સ્થાપના કરી. આ સંસ્થામાં યુરોલોજી અને નેફોલોજીનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ, નર્સીંગ કોર્ષ ડાયાલીસીસ ટેકનિશીયન કોર્ષ, તેમજ લેબોરેટરી ટેકનિશીયનના કોર્ષ ચાલી રહ્યા છે અને દર વર્ષે ૩૦,૦૦૦ જેટલા ડાયાલીસીસ, ૬૦,૦૦૦ ઓ.પી.ડી. અને ૯,૦૦૦ જેલા ઓપરેશન કરી દર્દીઓની સેવાઓ કરી રહી છે.

ડો. પ્રદિપ કણસાગરા માને છે કે પરમ પૂજ્ય સ્વામીજી સચ્ચિદાનંદજી (દંતાલી) તથા અનેક દર્દીઓના હૃદયની દુઆઓ સૌથી મોટો એવોર્ડ મળ્યો છે. તેમને પ્રતિષ્ઠિત સેલ્યુટ ઇન્ડિયા એવાર્ડ પણ એનાયત કરાયો હતો. અનેક સંસ્થાઓએ પણ તેમના કામને બિરદાવ્યું છે. વૈશ્વિક સ્તરે સને ૨૦૧૧ માં અમેરિકા સ્થિત, એક લાખ ભારતીય ડૉક્ટરોની “AAPI-USA” સંસ્થા દ્રારા તેમને પ્રેસિડેન્સીયલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. તેમને 'યુરોલોજીક્લ સોસાયટી ઓફ ઇન્ડિયા (USA)' ના વેસ્ટ ઝોન તરફથી “યુરોલોજી સર્વિસ ગોલ્ડ મેડલ-૨૦૧૬' પણ એનાયત કરાયો હતો.

 

તેઓએ કોન્ફરન્સ ચેરમેન તરીકે યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડીયા, વેસ્ટ ઝોન તથા ગુજરાત સર્જન્સ એસોશિએશનની યાદગાર કોન્ફરન્સોનું સફળતાપૂર્વક આયોજન કરેલ છે અને ઉત્તમ નેતૃત્વ પુરૂ પાડેલ છે.

તેઓના મિલનસાર અને હસમુખા સ્વભાવથી તેમની ચાહના તેમના સંપર્કમાં આવનાર સૌ માં રહે છે. તેઓ માને છે કેઃ

“રહો સબ કે દિલ મેં એસે કી, જો ભી મીલે તૃમ્હે અપના સમજે,

બનાઓ સબસે રિસ્તા એસા કી, જો ભી મિલે ફિર સે મિલને કો તરસે ...”

તેમના જ્ન્મ દિવસ નિમિત્તે અસંખ્ય લોકો તરફથી અભિનંદન વર્ષા થાય છે. ૭૦“ જ્ન્મ દિવસ નિમિત્તે તેઓએ વિવિધ વેબીનારનું આયોજન કરેલ છે.

મોબાઇલ નં. ૯૮૨૫૫૮૨૮૩૮

(12:01 am IST)
  • ૧૩ ઓગસ્ટ સુધીમાં દેશમાં ૨,૭૬,૯૪,૪૧૬ કોરોનાના ટેસ્ટીંગ થયા છે, જેમાંથી ૮,૪૮,૭૨૮ સેમ્પલો ગઈકાલે ટેસ્ટ કરવામાં આવેલ હોવાની ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ની જાહેરાત access_time 11:51 am IST

  • ર૪ કલાકમાં ૬૪૫૫૩ નવા કોરોના કેસો સાથે દેશમાં ૧૦૦૭ નવા મૃત્યુ નોંધાયા છે. access_time 11:51 am IST

  • ભારતમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લા 24 કલાકમાં નવા 64,142 કેસ નોંધાયા: વધુ 1004 લોકોના મોત : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 24, 59, 613 થઇ : 6,60,348 એક્ટીવ કેસ : વધુ 54,776 દર્દીઓ સાજા થતા કુલ 17,50,636 દર્દીઓ રિકવર થયા: દેશમાં રિકવરી રેઈટ 71 ટકાએ પહોંચ્યો : કુલ મૃત્યુઆંક 48,144 થયો: access_time 12:55 am IST