Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

જુઠું બોલવા બદલ હવે સાડા ત્રણ વર્ષ પછી પણ તમને અફસોસ નથી થતો ? : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતીય મૂળના પત્રકાર શિરીષ દાતેનો અણિયાળો સવાલ : જવાબ આપવાનું ટાળી ટ્રમ્પએ અન્ય પત્રકારને સવાલ પૂછવા જણાવ્યું

વોશિંગટન : ભારતના પુનાના વતની અને છેલ્લા 30 વર્ષ જેટલા સમયથી પત્રકારિત્વનાં ક્ષેત્ર સાથે સંકળાયેલા અને અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય મૂળના પત્રકાર શિરીષ દાંતેએ પત્રકાર પરિષદમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને અણિયાળો સવાલ પૂછ્યો હતો.જે મુજબ જુઠું બોલવા બદલ હવે સાડા ત્રણ વર્ષ પછી પણ તમને અફસોસ નથી થતો ? તેવું પૂછ્યું હતું.

આ પ્રશ્નના જવાબમાં ટ્રમ્પએ પૂછ્યું હતું કે કોણ જૂઠું બોલ્યું ? ત્યારે શીરીષે જણાવ્યું હતું કે તમે જૂઠું બોલ્યા છો.

શિરીષનો જવાબ સાંભળી ટ્રમ્પએ આગળ ચર્ચા કરવાનું માંડી વળી અન્ય પત્રકારને સવાલ પૂછવા જણાવ્યું હતું.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:14 pm IST)
  • ચાર મહિના લાંબી વરસાદની સિઝનની 5૦% કરતા વધુ અવધિ વીતી ગઈ છે અને દેશમાં અત્યાર સુધીમાં 56૨.9 મીમી વરસાદ નોંધાયો છે(1 જૂનથી 13 ઓગસ્ટ, 2020 સુધી) : અહીં દેશના સૌથી વરસાદી સ્થળો પર એક નજર કરીએ (કર્ટસી - સ્કાયમેટવેધર.કોમ) access_time 5:56 pm IST

  • બ્રાઝિલનું જંગી ભ્રષ્ટાચાર કૌભાંડ !! ભારતીય કંપનીઓ જેકે ટાયર, હેમિટન ગ્રુપ અને ડાયમંડ કંપની કેપી સંઘવી એન્ડ સન્સને બ્રાઝિલ તરફથી જંગી ભંડોળ મળ્યું હોવાનો ધડાકો : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલે એક્શનમાં આવ્યું અને તમામ બેંક ખાતાઓ ફ્રિઝ કર્યા હોવાનું ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 1:13 pm IST

  • દેવભૂમિ દ્વારકા પંથકમાં જામ રાવલ સહિતના ગામો દોઢ મહિનામાં ચોથી વખત બેટમાં ફેરવાયા : ગઈકાલે વર્તુ ૨ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા બાદ જામ રાવલ ગામમાં ફરીથી પાણી ફરી વળ્યા, લોકો ધાબા પર રહેવા મજબૂર બન્યાં access_time 1:02 pm IST