Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

15 ઓગસ્ટના રોજ અમેરિકામાં નવા ઇતિહાસનું સર્જન થશે : ન્યુયોર્ક ટાઈમ્સ સ્કવેર ઉપર ત્રિરંગો લહેરાશે : ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ( FIA ) ની ઘોષણા : ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી રણધીર જયસ્વાલ અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે

ન્યુયોર્ક : આ વર્ષે 15 ઓગસ્ટના રોજ અમેરિકામાં નવા ઇતિહાસનું સર્જન થશે .જે મુજબ ન્યુયોર્ક ટાઈમ્સ સ્કવેર ઉપર ત્રિરંગો લહેરાશે તેવી ઘોષણા ન્યુયોર્ક ,ન્યુજર્સી તથા કનેક્ટિકટના ટ્રીસ્ટેટ સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ( FIA ) એ કરી છે.જે પ્રસંગે ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ  શ્રી રણધીર જયસ્વાલ અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે
 એમ્પાયર સ્ટેટ લાઇટિંગ સમારોહ 14 ઓગસ્ટના રોજ યોજાશે. "ટાઇમ્સ સ્ક્વેર ધ્વજવંદન સમારોહ ભારતીય-અમેરિકન સમુદાયની વધતી જતી વસ્તીની સાથોસાથ દેશભક્તિનું પ્રતીક  છે .1970 ની સાલથી સ્થપાયેલ  એફઆઈએ માટે  તેના સુવર્ણ જયંતી વર્ષની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ મોકો છે.
ઉલ્લેખનીય છે કે  એફઆઈએ ના પૂર્વ ચેરમેન શ્રી રમેશ પટેલનું કોરોના વાઇરસના કારણે અવસાન થવાથી  જુલાઈ માસમાં શ્રી અંકુર વૈદ્યની ચેરમેન તરીકે નિમણુંક થઇ છે.દર વર્ષે  એફઆઈએ દ્વારા 15 ઓગસ્ટના રોજ ભારતના આઝાદી પર્વ નિમિત્તે  India Day parade  નું આયોજન કરવામાં આવે છે.જે આ વર્ષે કોવિદ-19 ના કારણે મુલતવી રાખવામાં આવ્યું છે.
 

(1:57 pm IST)