Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

નવેમ્બર માસમાં ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ સાત દેશોની શિખર પરિષદ બોલાવશે : કોવિદ -19 ના કારણે બેઠક ટેલીકોન્ફરન્સથી બોલાવે તેવી શક્યતા : ભારત તથા રશિયાને પણ આમંત્રિત કરાશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પત્રકારોને જણાવ્યું હતું કે જૂન માસમાં કોરોના વાઇરસના કહેરને કારણે મુલતવી રાખવી પડેલી સાત દેશોની શિખર પરિષદ તેઓ નવેમ્બર માસમાં ચૂંટણી પુરી થયા પછી બોલાવશે . કોવિદ -19 ના કારણે બેઠક ટેલીકોન્ફરન્સથી બોલાવે તેવી શક્યતા છે.

જૂન માસમાં જે બેઠકનું આયોજન કરાયું હતું તેમાં રશિયા  સમાવિષ્ટ ન  હતું.પરંતુ આગામી બેઠકમા તમે રશિયાને શામેલ કરશો કે કેમ તેના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે હું આ બેઠકમાં રશિયાને પણ આમંત્રિત કરીશ.

શિખર પરિષદમાં રશિયા ,સાઉથ કોરિયા ,ઓસ્ટ્રેલિયા ,તથા ભારતને પણ આમંત્રિત કરવામાં આવશે

જી-7 શિખર પરિષદમાં સમાવિષ્ટ સાત દેશોમાં અમેરિકા ,કેનેડા ,ફ્રાન્સ ,જર્મની ,ઇટાલી ,જાપાન તથા બ્રિટનનો સમાવેશ થાય છે.

(1:29 pm IST)