Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમેરિકાના ટેમ્પા ફલોરિડામાં ''વૃંદાવન ધામ' નું નિર્માણ કરાશેઃ વૈશ્નવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીના વરદ હસ્તે ભૂમિપૂજન કરાયુઃ પૃષ્ટિ માર્ગીય હવેલીની સ્થાપનાનું વૈશ્નવોનું સ્વપ્ન સાકાર થશે

         દિપ્તીબેન જાની દ્વારાઃ ન્યુજર્સીઃ અત્રે આનંદ સાથે જણાવવાનું કે શ્રીગોવર્ધનધર  શ્રીનાથજીબાવાની કૃપાથી વૈષ્ણવાચાર્ય પૂજય પાદ ગૌૈસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની સર્વાધ્યક્ષતામા વિશ્વ વિખ્યાત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન યુ.એસ.એના ટેમ્પા, ફલોરીડા સેન્ટરના વૃંદાવન ધામ-સ્પિરીચ્યુઅલ, એજયુકેશ્નલ એન્ડ મેડીટેશન સેન્ટરનું ભૂમિ પૂજન પુજયશ્રીના વરદ હસ્તે સંપન્ન થયુ છે. આ મંગલમય પ્રસંગે ટેમ્પાના પ્રતિષ્ઠિત અને પરોપકારી વૈષ્ણવોના સાથ અને સહકારથી સુંદર રીતે સંપન્ન થયો.

         આપશ્રીના અલૌકિક સાનિધ્યમાં ભુમિ પુજન સહિત ૧૦૮ ભારત પ્રયાગ તીર્થ કળશ મહોત્સવના આયોજનમાં સ્થાનિક વૈષ્ણવોએ ખૂબ હર્ષોઉલ્લાસ સહિત ભાગ લીધો. છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી ટેમ્પાના વૈષ્ણવોનો એક પુષ્ટિ માર્ગીય હવેલી સ્થાપિત કરવાનો અથાગ પ્રયત્ન રહ્યો છે, એ સ્વપ્ન આજે સફળતાપુર્વક સાકાર થવા જઇ રહ્યું છે.

         ''વૃંદાવન ધામ'' નિર્મિત થશે ત્યારે ધર્માનુરાગી ભકતજનોને શ્રીકૃષ્ણ સ્વરૃપ શ્રીનાથજી, શ્રીયમુનાથી અને જગદગુરુ શ્રી વલ્લભાધીશના દર્શનનો લાભ સાથે યોગ અને મેડીટેશનના વર્ગો પણ ચલાવવામાં આવશે. યુવાનોના ઉત્થાન માટે વી.વાય.ઓ.ઇ. ના કોર્ષીસ અંતર્ગત બાળકોને વધુ ઉત્પાદક અને સુગમિત જીવન વિકસાવવા માટે તૈયાર કરવામાં આવશે. ભારતનો સમૃદ્ધ સાસ્કૃતિક વારસો અને અમૂલ્ય પ્રણાલી અને રોજીંદા જીવનમાં કુશળતાપૂર્વક કઇ રીતે અપનાવવુ એ શિખવવામાં આવશે. વૃંદાવન ધામ પૂજયશ્રીના આશિર્વાદ અને કમિટિ મેમ્બર્સના સહકારથી ટુંક સમયમાં કાર્યરત થશે. ટેમ્પા બે એરીયાના તમામ ભારતીય હિન્દુ અને વૈષ્ણવો માટે આ સ્થળ એક સાંસ્કૃતિક કેન્દ્ર બની નિરંતર ભારતની સુવાસ આપતું રહેશે તેવુ સુશ્રી અલ્પના શેઠની યાદી જણાવે છે.

                

 

(11:15 pm IST)
  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST

  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST