Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

અમેરિકામાં ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમીતે FIA દ્વારા દર વર્ષે યોજાતી 'ઇન્ડિયા ડે પરેડ' નું કાઉન્ટ ડાઉન શરૃઃ ૧૮ ઓગ. ર૦૧૯ રવિવારના રોજ ન્યુયોર્કમાં યોજાનારી પરેડના ગ્રાન્ડ માર્શલ તરીકે બોલીવુડ એકટર સુનીલ શેટ્ટી હાજરી આપશેઃ દેશના સૈનિકોને સલામી તથા સમર્થન સાથે યોજાનારી ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર, ફુડ બુથ્સ, ફોટોસેશન, સહિતના આયોજનોમાં જોડાઇ વતનપ્રેમ વ્યકત કરવાની તક

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ અમેરિકાના ન્યુયોર્કમાં દર વર્ષે ભારતના ૭૩ માં સ્વાતંત્ર્ય દિન નિમીતે યોજાતી વિશ્વની સૌથી મોટી ઇન્ડિયા ડે પરેડનુ કાઉન્ટ ડાઉન શરૃ થઇ ગયું છે.  જે ૧૮ ઓગ. ર૦૧૯ રવિવારના રોજ મેડીસન એવન્યૂ, ન્યુયોર્ક મુકામે યોજાશે.

         ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશનના ઉપક્રમે સતત ૩૯ મા વર્ષે યોજાનારી આ પરેડના ગ્રાન્ડ માર્શલ તરીકે  બોલીવુડ એકટર સુનીલ શેટ્ટી હાજરી આપશે. ચિફ ગેસ્ટ તરીકે શ્રી આદમ સિલ્વર, શ્રી ગુલશન ગ્રોવર, સુશ્રી હીના ખાન તથા શ્રી નાવિકા કુમાર હાજર રહેશે. તથા દેશના સેૈનિકોને સલામી અને સમર્થન આપશે.

         ૧૮ ઓગ. રવિવારે બપોરે ૧ર વાગ્યે ૩૮ મી સ્ટ્રીટથી શરૃ થનારી પરેડ ર૬ મી સ્ટ્રીટે પૂર્ણ થશે. ર૬મી સ્ટ્રીટમાં ફુડ કોર્ટ તથા બુથની વ્યવસ્થા પાર્ક અને મેડીસન એવ. વચ્ચે રાખવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમો મેડીસન એવ. ઉપર ર૪ થી ર૬ મી સ્ટ્રીટ વચ્ચે બપોરે ર-૩૦ થી સાંજે ૬ વાગ્યા દરમિયાન યોજાશે.  પરેડમાં તમમ માટે વિનામૂલ્યે પ્રવેશ છે.  બોલીવુડ સેલિબ્રિટી સાથે ફોટો પડાવવા માટે સાઇન અપ કરાવવાનું રહેશે. જેમાં પોતાનુ નામ તથા ઇમેલ એડ્રેસ આપવાનું રહેશે.

         વિશેષ માહિતી માટે કોન્ટેક નં. 732-692-7507- દ્વારા અથવા 848-248-0707 દ્વારા અથવા ઇમેલ info@ fiznynjct.org  દ્વારા અથવા વેબસાઇટ www.fianynjct.org દ્વારા સંપર્ક સાધવા જણાવાયુ઼ છે.

(11:01 pm IST)