Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

જમ્મુ-કાશ્મીરમાંથી 370/35 મી કલમ હટાવી લેવાના પગલાને ઉમંગભેર વધાવતા નોર્થ અમેરિકા સ્થિત ભારતીયોઃ ભારતના પ્રાઇમ મિનીસ્ટર શ્રી નરેન્દ્ર મોદી તથા હોમ મિનીસ્ટર શ્રી અમીત શાહના હિંમત તથા બહાદુરીભર્યા પગલાને બિરદાવ્યું

         નોર્થ અમેેરિકા : જમ્મુ અને કાશ્મીરમાંથી 370/35 મી  ની કલમ હટાવી દેવાના ભારત સરકારના હિંમત તથા બહાદુરીભર્યા નિર્ણયને નોર્થ અમેરિકા સ્થિત NRI કોમ્યુનીટીએ ઉમંગભેર વધાવ્યો છે.

         શ્રી હસમુખ પટેલ, ડો. ઇન્દ્રજીત પટેલ,  ડો. બંસી  પંડિત, શ્રી સીતારામ પટેલ, (IL) રાજેશ શુકલા, શ્રી હીરુ પટેલ (NJ ) શ્રી કૌશિક આઝાદ, શ્રી  પ્રફુલ્લ લાખાણી(કેનેડા) સહિતના અગ્રણીઓએ માતૃભુમિના નવનિર્માણ માટે યશસ્વી પગલું ભરવા બદલ ભારતના વડાપ્રધન શ્રી નરેન્દ્ર મોદી તથા હોમ મિનીસ્ટર શ્રી અમિત શાહને બિરદાવ્યા છે તેમજ કાશ્મીરના વતની હોવા છતાં છેલ્લા ૪૦ વર્ષથી નિરાશ્રીત થઇ ચૂકેલા કાશ્મીરી પંડિતોના સમર્થન માટે સહકાર આપનાર તમામ સાંસદોને બિરદાવ્યા છે. તથા વતનના હિતમાં લેવાયેલા આ પગલા બદલ ખુશી વ્યકત કરી છે તેવું OF BJP અમેરિકન કાશ્મીરી પંડિત એશોશીએશન ઓફ અમેરિકા NRI  ફોર મોદીજી તથા ગુજરાત સમુદાય ઓફ નોર્થ અમેરિકા વતી શ્રી હસમુખ પટેલની યાદીમાં જણાવાયું છે.

(11:00 pm IST)
  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST

  • પહેલુખાન મોબ લિંચિંગ કેસ: અલ્વર ખાતેના આ કેસના ૬ આરોપીને રાજસ્થાન કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા. access_time 11:55 pm IST

  • ભારતની વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદનને " વીરચક્ર " થી સન્માનિત કરાશે : આવતીકાલ 15 ઓગસ્ટના રોજ ઉજ્વાનારા ભારતના 73 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશનું ત્રીજા નંબરનું સર્વોચ્ચ ગણાતું પદક આપી બહુમાન કરાશે access_time 12:16 pm IST