Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

અમેરિકાના મિચીગનમાં ૧૭ ઓગ.૨૦૧૯ના રોજ ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ ILA આયોજીત ઉજવણીમાં પરેડ,સાંસ્કૃતિક કાર્યક્રમો, ફુડ તથા હેન્ડીક્રાફટ બુથ,ડાન્સ, ભાંગરા, સહિત આખો દિવસ વિવિધ કાર્યક્રમોની ભરમારઃ તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

 

મિચીગનઃ યુ.એસ.માં ઇન્ડિયા લીગ ઓફ અમેરિકા (ILA) મિચગીન તથા મિચીગન એશિઅન ઇન્ડિયન કોમ્યુનીટી ઓર્ગેનાઇઝેશનના સંયુકત ઉપક્રમે ૧૭ ઓગ.૨૦૧૯ના રોજ ભારતનો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે

૪૬૧૦૦ ગ્રાન્ડ રિવર એવન્યુ, નોવી, મિચીગન મુકામે થનારી ઉજવણીનો સમય સવારે ૧૦ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધીનો રહેશે જે દરમિયાન પરેડ, ઉપરાંત મ્યુઝીક, ડાન્સ, ભાંગરા, સહિતના આયોજનો તેમજ ઇન્ડિયન ફુડ સ્ટોલ તથા જવેલરી, હેન્ડીક્રાફટ, ગાર્મેન્ટસ સહિતના સ્ટોલ સહિતના આયોજનો કરાયા છે.

તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:36 pm IST)
  • અમિતભાઇ શાહ સાંજે કાશ્મીર જવા રવાના થશે : ૩૭૦મી કલમ નાબુદ કર્યા પછી દેશના ગૃહમંત્રી પ્રથમ વખત શ્રીનગર જઇ રહયા છેઃ ૧૬મીએ દિલ્હી પરત ફરશે access_time 1:15 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST