Gujarati News

Gujarati News

News of Friday, 9th August 2019

અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ન્યૂયોર્કના ઉપક્રમે ૧પ ઓગસ્ટ ગુરૂવારે ભારતનો ૭૩ મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે

             ન્યુયોર્કઃ  યુ.એસ.માં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ન્યુયોર્કના ઉપક્રમે ૧પ ઓગ. ર૦૧૯ ગુરૂવારના રોજ ભારતનો 73 મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે.

3, ઇસ્ટ, 64 સ્ટ્રીટ, ન્યુયોર્ક મુકામે થનારી ઉજવણીનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ર વાગ્યા સુધીનો રહેશે. જેમાં હાજરી આપવા તમામને આમંત્રણ પાઠવાયું છે.

વિશેષ માહિતી માટ કોન્ટેક નં. + 1-347-721-9243 દ્વારા સંપર્ક સાધી શકાશે તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:05 am IST)
  • જુલાઈ મહિનામાં દેશની નિકાસમાં ૧.૩૨ અબજ ડોલરનો વધારો થયો છે: જૂનમાં નિકાસ કુલ ૨૫.૦૧ અબજ ડોલર હતી જે જુલાઈમાં વધીને ૨૬.૩૩ અબજ ડોલર થઈ છે. access_time 11:57 pm IST

  • થોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST

  • અરવલ્લી-દાહોદ-મહિસાગરમાં આવતીકાલે ગુરૂવારે અને શુક્રવારે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી : ઓડીશા અને બંગાળ ઉપર લો-પ્રેશર બંગાળ ઉપર લો પ્રેશર બનતા ભારે વરસાદની સંભાવના : આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા, પાટણમાં પણ અતિ ભારે વરસાદ પડવા ચેતવણી અપાયેલ છે : કચ્છ - સૌરાષ્ટ્રમાં આ સમય દરમિયાન સામાન્ય - મધ્યમ વરસાદ રહેવા સંભવ : દક્ષિણ - મધ્ય ગુજરાતમાં ૨ દિવસ સામાન્ય વરસાદ રહેશે : માછીમારોને દરિયો નહિં ખેડવા તાકીદ કરાયેલ છે access_time 4:17 pm IST