Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

સપ્‍ટેમ્‍બર ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત કેટેગરીમાં અનવના ફેરફારો થયેલા જોવા મળશે આ વિભાગની પહેલી કેટેગરી કમનસીબે એક મહીનો પાછળ ઢકેલાઇ જવા પામેલ છે જયારે રએ કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી. જયારે રબી કેટેગરી એક અઠવાડીયું આગળ વધેલ છે આ વિભાગની ૩જી કેટેગરી દોઢ મહીનો પાછળ ગયેલ છે જયારે ૪થી કેટેગરી બે અઠવાડીયા આગળ વધેલ છે. વધારામાં રોજગાર આધારિત વિભાગમાં ભીન્‍ન ભીન્‍ન પ્રકારની કેટેગરીઓ છ વર્ષ અથવા છવ્‍વીસ માસને બે અઠવાડીયાના સમયગાળા દરમ્‍યાન પાછળ ઢકેલાઇ ગયેલ છે જયારે પહેલી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધવા પામેલ નથી

(કપિલા શાહ દ્વારા) શિકાગોઃ સપ્‍ટેમ્‍બર ૨૦૧૮ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતી અમોએ અમારા વાંચક વર્ગ માટે નીચે દર્શાવ્‍યા મુજબની પ્રસિધ્‍ધ કરેલ છે તેનાથી કઇ કેટેગરી કેટલા અઠવાડીયા આગળ વધી તે સહેલાઇથી જાણી શકાશે. ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત પહેલી કેટેગરી કમનસીબે એક મહીનો પાઠળ ઢકેલાઇ જવા પામેલ છે જયારે ૨એ કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી. આ વિભાગની રબી કેટેગરી એક અઠવાડીયું આગળ વયેલ છે જયારે ૩જી કેટેગરી અચાનક દોઢ મહીનો પાછળ ઢકેલાઇ ગયેલ છે. જયારે ચોથી કેટેગરી આ માસ દરમ્‍યાન બે અઠવાડીયા આગળ વધેલ છે.

વધારામાં આ માસ દરમ્‍યાન રોજગાર આધારિત વિભાગમાં પહેલી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધેલ નથી જયારે રજી,૩જી અને બીજા અન્‍ન કામદારોની કેટેગરીઓ અનુક્રમે અઢી વર્ષ અને છ છ વર્ષ પાછળ ઢકેલાઇ ગયેલ છે. જયારે ધાર્મિક વ્‍યકતીઓની કેટેગરી તથા ચોથી કેટેગરી એક એક એઠવાડીયું આગળ વધેલ છે. આ વિભાગની પાંચમી કેટેગરીઓમાં વર્તમાન સમય ચાલુ હોવથી કોઇ પણ અરજદાર આ કેટેગરીઓમાં અરજી કરી શકે છે અને તેને સહેલાઇથી વીઝા મળવાની શકયતાઓ રહેલી છે પરંતુ અરજદારે ઇમીગ્રેશન ખાતાના હાલમાં જે નિયમો છે તેનુ ચુસ્‍તપણે પાલન કરવાનું રહે છે અને તેમ ન કરનારાઓને કદાચ વિઝા ન પણ મળી શકે.

આ અંગે ઇમીગ્રેશન ખાતાના નિયમોના જાણકારોની સલાહ લેવી યોગ્‍ય થઇ પડશે. કે જેથી પાછળથી પસ્‍તાવાનો સમય ન આવે.

(9:04 pm IST)