Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

બ્રિટનમાં દુકાનોમાં પણ માસ્ક પહેરવાનું ફરજીયાત : 24 જુલાઈથી અમલ શરૂ કરાશે : નિયમનો ભંગ કરનારને 100 પાઉન્ડનો દંડ કરાશે

લંડન : દુકાનોમાં એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવાથી કોરોના વાઇરસનો ભોગ બનવાની શક્યતા રહે છે તેવી ધારણા સાથે બ્રિટન સરકારે 24 જુલાઈથી દુકાનોમાં પણ માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું છે.આ નિયમનો ભંગ કરનારને 100 પાઉન્ડનો દંડ કરાશે જેનું પાલન પોલીસ તંત્ર કરાવશે.

આ અગાઉ 15 જૂનથી સાર્વજનિક જગ્યાઓ ઉપર તેમજ પરિવહન સમયે માસ્ક પહેરવાનું ફરજીયાત કરાયું છે.

ઉલ્લેખનીય છે કે બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન પણ શરૂઆતમાં કોરોના સંક્રમિત બન્યા હતા.બ્રિટનમાં કુલ 291691 લોકો કોરોના વાઇરસનો ભોગ બની ચુક્યા છે.અને તેનાથી થયેલા મોતની સંખ્યા 45 હજાર જેટલી થઇ જવા પામી છે.

(12:55 pm IST)