Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

બ્રિટને થાઈલૅન્ડથી આવતા નાળિયેર તથા તેના ઉત્પાદનોની આયાત ઉપર પ્રતિબંધ મૂકી દીધો : ઊંચા ઝાડ ઉપરથી નાળિયેર તોડવા માટે વાંદરાઓને ક્રૂરતા પૂર્વક તાલીમ અપાતી હોવાનું કારણ

બેન્કોક : બ્રિટને થાઈલૅન્ડથી આવતા નાળિયેર તથા તેના ઉત્પાદનોની આયાત  ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે જેના કારણમાં જાણવા મળ્યા મુજબ ત્યાં  ઊંચા ઝાડ ઉપરથી નાળિયેર તોડવા માટે વાંદરાઓને ક્રૂરતા પૂર્વક તાલીમ આપવામાં આવે છે.
થાઇલેન્ડના દક્ષિણ ભાગમાં વાંદરાઓ દ્વારા નાળિયેર તોડાવાના મુદ્દે વિવાદ સર્જાયો છે. આ વિવાદ એક એક્ટિવિસ્ટે કરેલા ખુલાસા બાદ ઉભો થયો હતો. પીપુલ્સ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ-PETAની એક રિપોર્ટને કારણે મોટાભાગના બ્રિટિશ માર્કેટ્સ એ થાઇલેન્ડથી નાળિયેર ઉત્પાદનો મંગાવવા પર પ્રતિબંધ મુકી દીધો છે. અહીં વાંદરાઓની ક્રૂર તાલીમ આપી નાળિયેર તોડવાના ધંધામાં ધકેલી દેવામાં આવે છે.
દક્ષિણ થાઇલેન્ડમાં વાંદરાઓને નાળિયેરીના વૃક્ષ પરથી નાળિયેર તોડવાની તાલીમ આપતા કેન્દ્રો પણ ચાલી પણ ચાલી રહ્યા છે. જેમનુ કહેવુ છે કે બહુ મોટા, એટલે કે ઊંચી નાળિયેરી પરથી નાળિયેર તોડવા માટે વાંદરાઓનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે સામાન્ય સ્તરે મનુષ્યો જ કામ કરી રહ્યા છે. PETA એ
 થાઇલેન્ડ પર આરોપ લગાવ્યા છે કે અહીં વાંદરાઓ પર ક્રૂરતા કરી તેમને નાળિયેર તોડવા માટે તાલીમ આપી તેમનો દુરઉપયોગ કરવામાં આવે છે. આ મુદ્દે થાઇલેન્ડ સરકારે PETAના રિપોર્ટને ખોટો ગણાવતા સ્પષ્ટતા કરી હતી કે આ ક્ષેત્રે વાંદરાઓનો ઉપયોગ લગભગ નહિવત છે. 

(11:47 am IST)