Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

" ગુડ ન્યુઝ " : અમેરિકામાં મેરીટ મુજબ ઇમિગ્રેશન સિસ્ટમ દાખલ કરવાની તૈયારીમાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ : બચપણથી અમેરિકામાં આવેલા 7 લાખ જેટલા લોકો માટે નાગરિકત્વનો માર્ગ મોકળો થશે : ટૂંક સમયમાં ઘોષણાં થવાની તૈયારી

વોશિંગટન :  તાજેતરમાં પ્રેસિડન્ટ ટ્રમ્પએ સ્પેનિશ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ બાદ વ્હાઇટ હાઉસે જાહેર કર્યા મુજબ તેઓ ટૂંક સમયમાં ઇમિગ્રેશન સિસ્ટમ દાખલ કરવાની તૈયારીમાં છે.જેના થકી બચપણથી અમેરિકામાં આવેલા એટલેકે ડીફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ એરાઈવલ્સ ( DACA ) હેઠળ અમેરિકામાં આવેલા 7 લાખ જેટલા લોકો માટે નાગરિકત્વનો માર્ગ મોકળો થશે.
       તેમણે આ બાબતે ડેમોક્રેટ પાર્ટી વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે છેલ્લા બે વર્ષથી તેઓ આ મુદ્દે ચર્ચા કરવાને બદલે કોર્ટમાં જવાનું પસંદ કરતા હતા.હવે જયારે કોર્ટે પ્રેસિડન્ટને આ મુદ્દે નિર્ણય લેવાની સત્તા આપી છે ત્યારે હું ઉપરોક્ત પ્રોગ્રામ હેઠળ આવેલા લોકો માટે ખુબ સારી સિસ્ટમ લાવી રહ્યો છું જેનાથી તેઓ માટે નાગરિકત્વ મેળવવાનું કામ સરળ થઇ જશે.
        ઉલ્લેખનીય છે કે અમેરિકામાં ઉપરોક્ત પ્રોગ્રામ હેઠળ આવેલા 7 લાખ જેટલા  લોકોમાં ભારતીયોની સંખ્યા ખુબ છે.જેઓ ઇમિગ્રન્ટ માતા પિતા સાથે બચપણથી અમેરિકામાં આવ્યા હતા.

(6:18 pm IST)