Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 70 હજાર ઉપરાંત કોરોના કેસ : હવે ડોનાલ્ડ ટ્રમ્પ માસ્ક પહેરવાનું શરૂ કરશે

વોશિંગટન : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસે જાણે કે અમેરિકાની કેદ ભાંગી નાખવાનું નક્કી કયું હોય તેમ સંક્રમિતઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.છેલ્લા 24 કલાકમાં જ 70 કેસ સામે આવ્યા છે. જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. તેથી અત્યાર સુધી માસ્ક નહીં પહેરતા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ માસ્ક પહેરવાનું શરૂ કરી દેશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં અમેરિકામાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 32 લાખનો આંકડો વટાવી ગઈ છે.અને તેનાથી મોતને ભેટેલા લોકોની સંખ્યા 91786 થઇ જવા પામી છે.

(1:20 pm IST)