Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

વિયેતનામની દરિયાઈ સીમામાં ચીનનું જહાજ : તાકાતનું પ્રદર્શન કરી ઉશ્કેરવાની કોશિષ : પડોશી દેશોની સરહદમાં ઘુસી ચીન ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહ્યું હોવાનો નિષ્ણાતોનો મત

વોશિંગટન : વિયેતનામની દરિયાઈ સીમામાં ઘુસી જઈ તેને ઉશ્કેરવાની કોશિશ કરી રહેલું ચીન અવારનવાર ભારત સહિતના પડોશી દેશો સાથે ઘર્ષણમાં ઉતરે છે.તેમજ પોતાની તાકાતનું પ્રદર્શન કરે છે.
અમેરિકાની યુનિવર્સીટીના નિષ્ણાતના મત મુજબ ચીન ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહ્યું છે.જેથી તે પોતાની તાકાતનું પ્રદર્શન કરી વારંવાર પડોશી દેશની હદમાં ઘુસી જાય છે.તેના જહાજો વિદેશી બોટને ઘેરી લઇ ઉપાડી જાય છે.
જોકે ચીનની મેલી મુરાદ પામી ગયેલા અમેરિકાએ પોતાના જહાજો સાઉથ ચાઈના દરિયાઈ વિસ્તાર નજીક તહેનાત કરી દીધા છે.

(12:29 pm IST)