Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ચીનની દરિયાઈ સરહદમાં અમેરિકન નેવીના યદ્ધ અભ્યાસથી ચીન ખફા : જડબાતોડ જવાબ આપશું : ટ્રેડ વોર ,અને કોરોના વાઇરસ સંક્ર્મણ બાદ અમેરિકા અને ચીન વચ્ચેનો તનાવ ચરમ સીમા ઉપર

બેજિંગઃ : ચીનની દરિયાઈ સરહદમાં અમેરિકાના બે એરક્રાફ્ટ યુદ્ધ અભ્યાસ કરી રહ્યા હોવાથી ચીન ગુસ્સે થયું છે.તેણે અમેરિકાને ચેતવણી આપતા સ્પષ્ટ ભાષામાં જણાવ્યું છે કે અમે જડબાતોડ જવાબ દેશું.ટ્રેડ વોર ,અને કોરોના વાઇરસ સંક્ર્મણ બાદ અમેરિકા અને ચીન વચ્ચેનો તનાવ ચરમ સીમા ઉપર પહોંચ્યો છે.
ચીન સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ માં દર્શવયા મુજબ ઉપરોક્ત ચેતવણી આપવા ઉપરાંત ચીને જણાવ્યું છે કે તેમની સેનાએ શક્તિશાળી છે.જે અમેરિકાને દરેક ક્ષેત્રે જવાબ આપી શકે તેમ છે.

(6:30 pm IST)