Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઇન્‍ડિયન અમેરિકન સંશોધક શ્રી અરૂણ રાજુને ‘‘નેશનલ ઇનોવેશન એવોર્ડ'': રિન્‍યુએબલ નેચરલ ગેસ વિષે સંશોધન કર્યુ

કેલિફોર્નિયાઃ યુ.એસ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઇડના  સંશોધક ઇન્‍ડિયન  અમેરિકન  શ્રી અરૂણ રાજુએ  યુનિવર્સિટના તાજેતરના કેલિફોર્નિયા ખાતે યોજાયેલા ટેક કનેકટ વાર્ષિક અધિવેશનમાં ‘‘નેશનલ ઇનોવેશન એવોર્ડ '' માટે પસંદ કરાયેલા ૩ સંશોધકોમાં સ્‍થાન મેળવ્‍યું છે.

ટેક કનેકટ વિશ્વને  ઉપયોગી થાય તેવા નવા સંશોધનો માટે યુનિવર્સિટીઓ, લેબોરેટરી, તથા ઉધોગમાંથી સંશોધકોને પસંદ કરી નેશનલ ઇનોવેશન એવોર્ડ આપી સન્‍માનિત કરે છે. આ માટે સંશોધકોને પસંદ કરતી ટેક કનેકટ કમિટીમાં કોર્પોરેટ કંપનીઓ  તથા અગ્રણી રોકાણકારોનો સમાવેશ કરાય છે.

આ કમિટી દ્વારા એવોર્ડ માટે  પસંદ કરાયેલા ઇન્‍ડિયન  અમેરિકન શ્રી અરૂણ રાજુએ રિન્‍યુએબલ નેચરલ ગેસ વિષયક સંશોધન કર્યુ છે.

(10:46 pm IST)