Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

યુ.એસ.ના ડલાસમાં સુરતી લેવા પાટીદાર સમાજના ઉપક્રમે યોજાઈ ગયેલ 2 નાટકને ભારે પ્રતિસાદ સાથે વધાવતા દર્શકો

ડલાસ : સુરતી લેવા પાટીદાર SLP દલાસ દ્વારા દર મહિને જુદા જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જુન માસમાં બે સુંદર નાટકનું આયોજન કરવામાં આવેલ પ્રથમ નાટક તારીખ  ૨જી જુન IRON  MAN OF INDIA , SLP ચેરીટી સંસ્થા દ્વારા અને ૧૧ મી જુને  નિમિષ શાહ લિખીત અને અરવિંદ વૈધ દિર્ગદર્શિત તથા શુશીલા શાહ અને મલ્લિકા નિર્મિત '' એક ચતુરનાર ભારે હોંશીયાર'' સુંદર નાટકનું આયોજન કરવામાં આવેલ....   પ્રસંગે INDIA BAZAR દ્વારા SLP સંસ્થાને ૧૧૨૩૩=૦૦ ડોલરનું ડોનેશન આપવામાં આવેલ તથા SLP સંસ્થાના દરેક સભ્યો ઈન્ડીયા બજાર ના સ્ટોરમાંથી ખરી દી કરે ત્યારે 9% ડીસ્કાઉન્ટ ની જાહેરાત કરેલ... અને SLP ના કીચનની ખરીદી પર 10% કમિશન આપવા જનાવેલ.... તેમ SLP ના પ્રમુખે જણાવ્યું હતું... તેમજ SLP ના પ્રમુખે ઈન્ડીયા બજારના પરિવારનું સન્માન કર્યુ હતું.. ખૂબ મોટી સંખ્યામાં SLP સભ્યો તથા નાટક રસીકો હાજર રહ્યા અને નાટકની મોઝ માણી હતી તથા SLP તરફથી સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.તેવું   ( માહિતી શ્રી  સુભાષ શાહ અને તસ્વિર શ્રી મૂકેશ  મિસ્ત્રી દલાસ ) ના સૌજન્ય સાથે શ્રી કાંતિભાઈ મિસ્ત્રીની યાદી જણાવે છે.

(8:04 pm IST)