Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

હિંદુ સ્વયંસેવક સંઘ શિકાગોએ પહેલી વખત ઉજવ્યો " હિંદુ યુનિટી ડે " : દરેક હિન્દુઓને એકજ પ્લેટફોર્મ ઉપર લાવી એકબીજા માટે વિશ્વાસ કેળવવાનો હેતુ

શિકાગો : તા.૮ જુનના રોજ હિંદુ સ્વયંસેવક સંઘ  શિકાગોએ પહેલી વખત શિકાગો નજીક આવેલ ઇટાસ્કા ટાઉન માં પાર્ક ડીસ્ટીકટ ખાતે " હિન્દુ યુનિટી ડે " ઉજવ્યો હતો જેમાં  શિકાગોના ૩૮થી વધારે  સંસ્થાઓના પ્રતિનિધિઓં અને ૧૧૦ સમાજ સેવકો એ ભાગ લીધેલો. પ્રોગ્રામની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય ડો.સિદ્ધેશ શેવડે (HSS નેશનલ એક્જુકેટીવ ડાયરેક્ટર), ડો.હશમુખ શાહ ( HSS નેપરવીલ ચેપ્ટર પ્રમુખ), યાશી દેસાઈ (એકલ ગ્રામોથન ગ્લોબલ લીડ HSS સેવીકા), ડો. સવિતા જોષી (HSS નોર્થ ચેપ્ટર પ્રમુખ), શ્રીધર દામલે (HSS સામ્બર્ગ ચેપ્ટર પ્રમુખ), પ્રો. વેદજી નંદા ( HSS નોર્થ અમેરિકા ઝોન પ્રમુખ) દ્વારા કરવામાં આવેલ.

            વિવિધ  ગ્રુપની ( ૮ મંદિરો , ૮ Regional/lingusistic), ૭ social કલ્ચર, ૬ યોગા સ્પીરીચ્યલ અને ૯ આર્ટ એજ્યુકેશન સંસ્થાઓ સાથે મળીને હિંદુ સોસાયટીને યોગદાન આપ્યું. દરેક સંસ્થાઓના પ્રતિનિધીઓને તેમની સંસ્થાના પરિચય માટે ૨ થી ૩ મીનીટનો ટાઇમ આપવામાં આવેલ. ભાગ લેનારાઓમાંના થોડા સમાજ સેવકોએ જણાવ્યુકે પહેલીવાર હિંદુ સંસ્થાઓ આટલા પ્રમાણમાં ભેગી થઇ શકતી હોયતો દર વર્ષે આ જગ્યાએ વર્ષ માં ભેગું થવાનું રાખીએ. વિવિધતા એ હિંદુત્વ ની એકતા દર્શાવેછે. હિંદુ યુનિટી ડે ઉજવવાનો હેતુ એ છેકે દરેક હિન્દુઓને એકજ પ્લેટફોર્મ ઉપર લાવી એકબીજા માટે વિશ્વાસ કેળવવાનો છે.

         પ્રો. વેદજી નંદા ( HSS નોર્થ અમેરિકા ઝોન પ્રમુખ) અને ૨૦૧૮ માં પદ્મ વિભુસન એવોર્ડથી નવાજ્વામાં આવેલ તેઓશ્રીએ ગાઈડલાઈન્સ આપતા બધાને ઉત્શાહિત કરીને જણાવેલકે આપણે દુનિયાની શાંતિ માટે આગેવાની લઈને મહત્વનો ભાગ ભજવીએ (hppts:/ /www.law.du.edu/faculty-staff/ved-nanda)

          ડો.સિદ્ધેશ શેવડે (HSS નેશનલ એક્જુકેટીવ ડાયરેક્ટર),એ જણાવ્યુકે  આપણે બધા ભેગામળી કેલીફોર્નિયા ટેક્ષ બુકમાં હિંદુ હિસ્ટ્રી૨૦૦૬ થી સુધારો  કરાવેલ.  તેમજ ૨૦૧૭માં થયેલ હેરીકેન હારવી  થયેલ નુકશાન વખતે હિંદુ કોમ્યુનીટી મદદ કરેલ.

        આપણે ભેગામળી હિંદુ યુનિટી ડે ની શરૂઆતછે ચાલો આપણે સાથે રહી પ્રગતિ અને આગળ વધતા રહીએ.તેવું શ્રી જયંતિ ઓઝાની યાદી દ્વારા જાણવા મળે છે.

(8:02 pm IST)