News of Thursday, 14th June 2018

૨૦૧૮ ની સાલના ‘‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વ તૈયારી શરૂ : અમેરિકામાં ન્‍યુયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘‘યોગા ક્રુઝ'' માં ૪૦૦ ઉપરાંત અગ્રણીઓ જોડાયા

ન્‍યુયોર્ક : ૨૦૧૮ ની સાલના ‘ઇન્‍ટરનેશનલ યોગા ડે'' ની પૂર્વતૈયારી માટે અમેરિકાના ન્‍યયોર્ક ખાતેના ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી આયોજીત ‘યોગા ક્રુઝ' ને જબ્‍બર પ્રતિભાવ સાંપડયો હતો. જેમાં ૪૦૦ જેટલા લોકો જોડાયા હતાં.

કોન્‍સ્‍યુલ જનરલ ઓફ ઇન્‍ડિયા દ્વારા વેજીટેરીયન વિઝન, તથા મલખંભ ફેડરેશનનના સહયોગ સાથે ૩ જુનના રોજ ચાર્ટર કરેલા સ્‍કાયલાઇન પ્રિન્‍સેસ યાટમાં નૌકાવિહાર દરમિયાન યોગા નિદર્શન, યોગા વિષે લેકચર તથા ચર્ચાઓ ઉપરાંત પૂનમ પાંડે દ્વારા લાફટર યોગા સહિતના સેશનમાં આમંત્રિતો જોડાયા હતાં.

ક્રુઝ યાટને કોન્‍સ્‍યુલ જનરલ શ્રી ચક્રવર્તીએ લીલી ઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું હતું તથા શાંતિ, સંગઠન, અને વિવિધતામાં એકતાના  પ્રતિકરૂપે રંગીન ફુગ્‍ગાઓ વહેતા કરાયા હતાં.

પ્રોગ્રામની હાઇલાઇટસ વ્‍રુખ્‍તર્શી ચેનલ ઉપર કોમ્‍યુનીટી રાઉન્‍ડ અપમાં જોઇ શકાશે તેવું વ્‍રુખ્‍તર્શી ન્‍યુઝલેટર દ્વારા જાણવા મળે છે. (૪૬.૪)

(10:08 am IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST