Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

શિકાગોની જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના જૈન જીનાલયના રજતજયંતી મહોત્સવની થનારી શાનદાર ઉજવણીઃ દસ દિવસના યોજાનારા મહોત્સવ દરમ્યાન વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવેલુ આયોજનઃ ભારત અને વિવિધ દેશોમાંથી બાવીસ જેટલા મહાનુભાવો આ મહોત્સવમાં ભાગ લેવા માટે શિકાગો પધારશેઃ ગુરૂદેવ ચિત્રભાનુજીની આરસમાંથી તૈયાર કરવામાં આવેલ અર્ધ પ્રતિમાની અનાવરણ વિધિ કરવામાં આવશે રજતજયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે રાજયના ગવર્નર બ્રુસ રાઉનર, કુકકાઉન્ટી કમીશ્નર ટીમ સ્નાઇડર, કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ તેમજ બાર્ટલેટ ટાઉનના મેયર અને અન્યો ચુંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજરી આપશેઃ શિકાગોના જૈન સમાજના સભ્યોમાં અનેરા ઉત્સાહની લાગણીઃ આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે

(પ્રતિનિધિ કપિલા શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) શિકાગો નજીક બાર્ટલેટ ટાઉનમાં જૈન સમાજના લોકોનું એક ભવ્ય કલાત્મક જૈન જિનાલયનું નિર્માણ કરવામાં આવેલ છે અને તેને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોવાથી જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના સંચાલકોએ દસ દિવસના સમયગાળા દરમ્યાન તેની ઉજવણી વ્યવસ્થીત રીતે થઇ શકે તે માટે રજત જયંતી મહોત્સવનું જૂન માસની ૨૨મી તારીખથી ૧લી જુલાઇ દરમ્યાન ભવ્ય આયોજન કરેલ છે અને તેમાં ભાગ લેવા માટે ભારતથી તેમજ અન્ય દેશોમાં વસવાટ કરતા ૨૨ જેટલા મહાનુભાવો શિકાગો પધારશે અને તેઓ સર્વે આનંદ અને ઉત્સાહથી તે મહોત્સવમાં ભાગ લેશે.

આ સમગ્ર મહોત્સવની ઉજવણી અંગેની માહિતી આપતા જૈન સોસાયટીના બોર્ડ ઓફ ટ્રસ્ટી ચેરમેન અતુલ શાહ તેમજઙ્ગપ્રમુખ વિપુલ શાહ અમારી ખાસ એક મુલાકાતમાં જણાવ્યુ હતુ કે શિકાગો નજીક બાર્ટલેટ ટાઉનમાં આજથી ૨૫ વર્ષ પૂર્વે એક અધતન અને કલાત્મક જૈન જિનાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતુ અને તેને ૨૫ વર્ષ પૂર્ણ થતા હોવાથી તેનો રજન જયંતિ મહોત્સવ ઉજવવાનું નક્કી કરેલ છે તેની શરૂઆત જૂન માસના રર મી તારીખથી શરૂ થશે અને તે દસ દિવસ સુધી ચાલશે તેમજ તેની પૂર્ણાહુતિ ૧લી જુલાઇના રોજ થશે.

આ મહોત્સવની ઉજવણીના પ્રથમ દિવસે એટલે કે ૨૨મી જુને પાંચ સંઘપતિઓ મુખ્ય મહેમાનોની સાથે દિપ પ્રગટાવવાની વિધિ કરશે અને તે દિવસે કુમારપાળ દેસાઇનું જૈન ધર્મ છે એ વિશ્વધર્મ પર પ્રવચન કરશે તેમજ પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવશે ત્યાર બાદ વધામણાં અને રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ રજુ કરવામાં આવશે.

બીજા દિવસે અભિષેક તેમજ શંત્રુજય મહાતીર્થની જે પ્રતિકૃતિ તૈયાર થનાર છે અને ભકિત સંગીત સહીત તેનું ભવ્યરીતે ઉદ્ઘાટન  કરવામાં આવશે તેમજ નવકાર મંત્રનું પૂંજનઅને સરસ્વતી દેવીની દાશનિક પ્રતિમાજીની સમર્પણ વિધિ કરવામાં આવશે આ દિવસે ભગવાન મહાવીર સ્વામી આધારિત જીવનથી મૂકિતની કથા ગેલેરીનું ઉદઘાટન કરવામાં આવશે. ત્યાર બાદ શ્રીજીનમંદ્રજીનું પ્રવચન તથા રાત્રે શેઠ મોતીશાએ નાટક પધારનાર કલાકારો રજુ કરશે.

મહોત્સવના ત્રીજા દિવસે રવીવારના રોજ શ્રી દિપક જૈન દિપકભાઇ શાહ બારડોલીવાળા પ્રવચન કરશે. આ દિવસે પાઠશાળાના બાળકો નાટક રજુ કરશે ચોથા દિવસે સવારે દિપકભાઇ શાહ તથા બપોરે ડો.કુમારપાળ દેસાઇ અને સાંજે ગુરૂદેવ પાંચમા દિવસે શ્રી જીનચંદ્રજી ગુરૂદેવ રાકેશભાઇ ઝવેરી તેમજ વિંરના વારસાદર નાટક રજુ થશે જયારે છઠ્ઠા દિવસે અષ્ટાપદજી ભાવ યાત્રા,આત્મ સિધ્ધી પારાયણ તેમજ સન્મુખભાઇ શાહ પ્રવચન કરશે સાતમા દિવસે ડો મંજુ દોશી ભકતામર સ્તોત્ર દ્વારા આધ્યાત્મિક ઉપચાર અંગે પોતાના મંતવ્યો રજુ કરશે તેમજ રાત્રે જાણીતા સંગીતકાર વિકી પારેખ સુંદર સ્તવનો રજુ કરશે. આઠમા દિવસે નમીયન અષ્યભવ નિવારણ પાર્શ્વનાથ પૂંજન ભણાવવામાં આવશે તેમજ સાજન શાહ તમારૃં ભાવિ આજથી શરૂ થાય છે એ વિષય આધારિત પ્રવચન કરશે તેમજ રાત્રે નેમ રાજુલ રજુ થશે.

રજતુ જયંતિ મહોત્સવના નવમા દિવસે શનિવારે ફલોટોનું પ્રોસેસન ગુરૂદેવ ચિત્ર ભાનુજીની અર્ધપ્રતિમાનુ અનાવરણ વિધિ, વિવિધ, ધર્મો અંગે પારસ્પરિક રજુઆતો, તેમજ રાહુલ કપુર માનનીય પોતાનુ પવચન કરશે. અને અંતિમ દિવસે ૧લી જુલાઇને રવીવારે જૈન જિનાલયના શિખરોની ધજા બદલવાની વિધિ કરવામાં આવશે તેમજ બપોર પછી બ્રુહદ શાંતિ મહાપૂંજન ભણાવવામાં આવશે. તેમજ રાત્રે શ્રીતમી પ્રમોદાજીનુ પ્રવચન, તેમજ ભકિત સંગીત અને આભાર વિધિ કરવામાં આવશે.

બોર્ડ ઓફ ટ્રસ્ટી જીજ્ઞેસ શાહ તેમજ હિતેશ શાહે આ વેળા જણાવ્યુ હતુ કે રજનજયંતી મહોત્સવની ઉજવણી વ્યવસ્થીત રીતે થઇ શકે તે માટે ભીન્ન ભીન્ન પ્રકારની સમિતિઓની રચના કરવામાં આવેલ છે જયારે ભૂતપૂર્વ ચેરમેન ડો.મુકેશ દોશી તથા હેમંત શાહે જણાવ્યુ હતું કે શિકાગોના જૈન સેન્ટરમાં ઘણાં વર્ષોથી પાઠશાળ ાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં અમેરીકામાં જન્મેલા બાળકોને તથા કિશોરો અને કિશોરીઓને તથા વડીલોને જૈન ધર્મનું જ્ઞાન મળી રહે તે માટે મહિનામાં બે વખત પાઠશાળા ચલાવીએ છીએ અને સમગ્ર વિશ્વમાં શિકાગોની પાઠશાળા વધુ સભ્યો ધરાવતી સંસ્થા છે અને તેમાં હાલમાં ૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ રહ્યા છે જે અમારા માટે એક આનંદની બીના છે એવું તેમણે અંતમાં જણાવ્યુ હતું.

મેમ્બરશીપ સેક્રેટરી અને પબ્લીક રીલેસનનો હવાલો સંભાળતા પ્રજ્ઞેશ શાહે અમોને જણાવ્યુ હતુ કે ૧૯૭૦ના વર્ષમાં જૈન સંઘની શરૂઆત થઇ હતી અને ૧૯૯૩ની સાલમાં સમગ્ર અમેરીકાના શિકાગોમાંજ શિખરબંધી જૈન જિનાલય નિર્માણ પામ્યું હતું અને તેને ૨૫ વર્ષ પૂર્ણ થતા અમો રજત જયંતી મહોત્સવ ઉજવી રહ્યા છીએ.

જૈન સોસાયટીના આ સમાજના ચાર ફિરકાઓ જેમાં શ્વેતાંબર, દિગમ્બર, શ્વીમદ રાજચંદ્રજી તેમજ સ્થાનકવાસીઓને સમાવેશ થાય છે તેઓ સર્વે એક રાગીતાથી કાર્ય કરે છે જે સૌના માટે અતિ મહત્વની બીના છે અને આજે ૧૯૦૦ જેટલા ફેમીલીઓ આ સંસ્થાના સભ્યો છે.

(7:18 pm IST)
  • આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST

  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST