News of Wednesday, 13th June 2018

એટલાન્ટિક સીટીમાં ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારનાર શ્રી છિતુભાઇ પટેલની ચિરવિદાયઃ ઇન્ડો અમેરિકન સિનીઅર્સ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાની શ્રધ્ધાંજલી

  એટલાન્ટિક સીટીની ભારતીય સાસ્ક્રુતિક પ્રવ્રુતિઓના સર્જક છિતુભાઇ પટેલ કે જેમનો જન્મ ૩ માર્ચ,૧૯૪૦ માં આનંદપુરા તા.સંખેડા ગામે થયો હતો અને શિક્ષણ પ્રવ્રુતિ સાથે સંકળાયેલા હતા તેઓ પોતાનું માદરે વતન  છોડી તકોના દેશ અમેરિકા આવી બાળકોને વસાવી અહિંયા સ્થાયી થયાહતા.પરંતું સામાજીક અને સેવાભાવી પ્રવ્રુત્તિ સાથે સંકળાયેલા જીવને પરદેશની ભુમી પર પોતાના દેશની સાંસ્ક્રુતિક તેમજ ધાર્મિક અને રાષ્ટ્રિય પ્રવ્રુત્તિઓની ઉણપ લાગતાં ભારતિય રાષ્ટ્રભાવના જાગતાં એટલાન્ટિક સીટીમાં પંદરમી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમની શરુઆત કર્યા પછી નિયમિત દર વર્ષે બોર્ડ વૉક પર પંદર ઓગષ્ટના રોજ ભવ્ય પરેડનું આયોજન કરતા હતા અને નવરાત્રીના ગરબા પણ તેમને શરુ કરાવ્યા હતા.સિનીઅર્સ સંસ્થાની મિટીંગ દર વખતે પોમોના મંદિરમાં મળતી હતી તેથી સીટીમાં જ જગ્યા શોધી નિયમિત મિટીંગ સીટીમાં જ મળે તેવી વ્યવસ્થા

 કરી હતી તે ઉપરાંત કેસિનોના કર્મચારીઓ માટે લડત પણ ઉપાડતાં સૌને શારો એવો લાભ મળતો રહ્યો છે.

       પરંતું ઇશ્વરની મરજી જુદી જ હોય છે જેમ સૌને પ્યારું એ ઇશ્વરને પણ પ્યારું હોય છે તેમ ૨૯  માર્ચ૧૮ ના રોજ સિનીઅર્સ માટે એડિશનની આજુબાજુના મંદિરોના દર્શાનર્થે બસમાં નિકળતાં મોનાહિંદુ ટેમ્પલ નજદિક હાર્ટ એટેકનો જીવલેણ હુમલો આવતાં ડોક્ટર્સ દ્વારા તેમને મ્રુત જાહેર

કરતાં સૌ શોકતુર બની દુઃખની લાગણી અનુભવતાં એટલાન્ટિક સીટીએ અને ગુજરાતી સમાj એક સેવાભાવી કર્મશીલને ગુમાવ્યાની લાગણી અનુભવી રહ્યા હતા.

     તેમનું બેસણુ પ્રાર્થના સભા જુન ૩/૨૦૧૮ ને રવિવારના રોજ સાંજના ૬ થી ૮ દરમ્યાન પોમોના જૈન ટેમ્પલ,૫૭૧ એસ.પોમોના રોડ,એગ હારબરસીટી,એન.જે.મુકામે રાખવામાં આવેલ છે.વધુ માહિતી માટે દિપક પટેલ ફોન નં.૬૦૯/૪૪૨/૯૦૪૮ સંપર્ક સાધી શકાશે.

પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી ફેડરેશન ઓફઈન્ડો અમેરિકન સિનિઅર્સ એસોશીએશન ઓફ નોર્થ અમેરિકા (ફિસાના) તથા સંલગ્ન સૌ

 સિનીઅર્સ એસોશિએશન પ્રાર્થના કરે છે.

તેવી માહિતી શ્રી ગોવિંદ શાહ (વર્ષો જુના પરમ મિત્ર) દ્વારા જાણવા મળે છે.

(7:12 pm IST)
  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST