Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ, ન્યુજર્સીમાં ૮ જુનથી શરૂ થયેલી કથાની આજ ૧૨ જુનના રોજ પૂર્ણાહૂતિ : પવિત્ર અધિક માસ નિમિતે ગુરૂકૂળ સત્સંગ મંડળ આયોજીત કથામાં વિદ્ધાન સંતોના વ્યાખ્યાનનો લહાવો

(દિપ્તીબેન જાની દ્વારા) : ન્યુજર્સી યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળ, ૨૦૫, સ્પ્રિંગવેલ્લી રોડ, પારામસ ન્યુજર્સીના ઉપક્રમે પવિત્ર અધિક માસમાં ૮ જુનથી શરૂ કરાયેલી પાંચ દિવસિય કથાનો લહાવો લેવાનો ૧૨ જુનના રોજ છેલ્લો દિવસ છે.

ગુરૂકૂળ સત્સંગ મંડળ આયોજીત આ કથામાં વકતાઓ તરીકે શ્રી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી શ્રી શ્રુતિપ્રકાશદાસજી સ્વામી શ્રી ધર્મનંદનદાસજી સ્વામી તથા શ્રી મધુસુદનદાસજી સ્વામી છેે. તથા આશિર્વચન પૂ-શ્રી નારાયણપ્રસાદદાસજી દ્વારા અપાશે.

કથાનો સમય સાંજે ૭-૩૦ થી ૮.૩૦ નો રાખવામાં આવ્યો છે. તેવું શ્રી સ્વામિનાયણ ગુરૂકૂળ યુ.એસ.એ.ની યાદીમાં જણાવાયું છે.

(12:40 pm IST)