Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

''૧૦૦ હોસ્પિટલ એન્ડ હેલ્થ સિસ્ટમ CMO ૨૦૧૮' : બેકર્સ હેલ્થકેર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં સ્થાન હાંસલ કરતા ઇન્ડિયન અમેરિકન તબીબો

ઇલિનોઇસઃ ''૧૦૦ હોસ્પિટલ એન્ડ હેલ્થ સિસ્ટમ CMO૨૦૧૮'' યુ.એસ.માં બેકર્સ હેલ્થકેર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં  સમગ્ર દેશમાંથી ઇન્ડિયન અમેરિકન તબીબોએ સ્થાન મેળવ્યું છે.

નેશનલ ચિફ મેડીકલ ઓફિસર્સના નાતે હોસ્પિટલને આગળ પડતુ સ્થાન અપાવવામાં તથા ફીઝીશીઅન લીડરશીપ ક્ષેત્રે તેમજ પેટન્ટ સેફટી, તથા શ્રેષ્ઠ સેવાઓ સહિતની બાબતે વિશિષ્ટ યોગદાન બદલ બેકર્સના ૨૦૧૮ની સાલના લીસ્ટમાં સ્થાન મેળવનાર ઇન્ડિયન એશિઅન અમેરિકન તબીબોમાં રોકફિલ્ડ ઇલિનોઇસ ખાતેના સેન્ટ એન્થોની મેડીકલ સેન્ટરના ડો.હરનીત બાથ, ડો.મોહમ્મદ સફિક અહમદ,ડો. સન્ની ભાટીયા, ડો.પર્યુષ પટેલ, ડો. અધિ શર્મા, તથા ડો.ગુલશન શર્માનો સમાવેશ થાય છે.

(8:18 pm IST)
  • મુંબઈમાં ત્રણ દિવસ વાદળાઓ છવાશેઃ હળવો વરસાદ પડશેઃ મુંબઈમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાદ બે જગ્યાએ હળવો વરસાદઃ કાલે સાંજે હળવો વરસાદ પડશેઃ મુંબઈવાસીઓને ગરમીમાંથી આંશિક રાહત મળશેઃ શનિવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે છાંટાછુટીની સંભાવના access_time 11:30 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST