Gujarati News

Gujarati News

News of Sunday, 10th June 2018

યુ.એસ.ના ટેકસાસ સ્થિત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સાહિલનું ફીઝીશીઅન/સંશોધક બનવાનું સ્વપ્ન સાકાર થશેઃ લોવેલ મુકામે ૨૫ થી ૨૭ જુન ૨૦૧૮ દરમિયાન મળનારી ત્રિદિવસિય ''કોંગ્રેસ ઓફ ફયુચર મેડીકલ લીડર્સ'' કોન્ફરન્સમં શામેલ થવા માટે પસંદગી

ટેકસાસઃ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટસના ફીઝીશીઅન અથવા સંશોધક બનવાના સ્વપ્નને સાકાર કરવા પ્રોત્સાહિત કરતી ''કોંગ્રેસ ઓફ ફયુચર મેડીકલ લીડર્સ''માં શામેલ થવા માટે યુ.એસ.માં ટેકસાસના કેટી સ્થિત ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સાહિલ અઢાવડેની પસંદગી થઇ છે.

સાહિલની પસંદગી નોબલ પ્રાઇઝ વિજેતા ડો.મારીઓ કેપસીચી દ્વારા કરાઇ છે.

લોવેલ મેસ્સેચ્યુએટસ મુકામે ૨૫ જુનથી ૨૭ જુન ૨૦૧૮ દરમિયાન મળનારી ત્રિદિવસિય કોંગ્રેસમાં ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સાહિલ શામેલ થશે. જયાં સમગ્ર દેશમાંથી ફીઝીશીઅન અથવા સંશોધક બનવા ઇચ્છુક સ્ટુડન્ટસ હાજરી આપશે. જેઓને અમેરિકાના અગ્રણી સંશોધકો તથા તબીબો ઉદબોધન કરશે તથા માર્ગદર્શન આપશે. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(8:56 pm IST)
  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST