Gujarati News

Gujarati News

News of Sunday, 10th June 2018

અબુ ધાબી ખાતે નોકરી કરતા ભારતીય મૂળના ૪૨ વર્ષીય ગુરબિન્દર સિંઘને પગ કપાવવા પડ્યાઃ કન્સ્ટ્રકશન કંપનીમાં ક્રેઇન ઓપરેટર તરીકે નોકરી દરમિયાન થયેલી સામાન્ય ઇજાથી સેફટીક થઇ ગયુઃ માલિકે નોકરીમાંથી છુટો કરી દીધો

અબુ ધાબીઃ અબુ ધાબી ખાતેની પ્રાઇવેટ કન્સ્ટ્રકશન કંપનીમાં ક્રેઇન ઓપરેટર તરીકે કામ કરતા ભારતના પંજાબના વતની ૪૨ વર્ષીય ગુરબિન્દરસિંઘ અરજણ સિંઘને નોકરી દરમિયાન ઘૂંટણમાં સામાન્ય ઇજા થતા પગ કપાવવો પડ્યો છે એટલું જ નહિં હોસ્પિટલમાં ૩ મહિના જેટલો સમય સારવાર લીધા પછી તેના માલિકે નોકરીમાંથી છુટો કરી દેતા તે મુશ્કેલીમાં મુકાઇ ગયો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત મુજબ ફેબ્રુ. માસમાં ઇજા થવાથી સેફટીક થઇ જવાના કારણે કિડની ફેઇલ થઇ ગઇ હતી તથા બંને પગના ઘૂંટણ કાળા પડી જતા ચેપ આગળ વધતો અટકાવવા પગ કપાવવાની નોબત આવી પડી હતી. જેનું ઓપરેશન કરાવ્યા બાદ માલિકે તેને નોકરીમાંથી છુટો કરી દેતા તે મુશ્કેલીમાં મુકાઇ ગયો છે.

(8:56 pm IST)