Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

હિન્દુ,મુસ્લિમ, તથા ઇસાઇ તમામ માટે મિશાલ રૂપ UAEની ઘટનાઃ ભારતીય મૂળના ઇસાઇ સજ્જન શ્રી સાજી ચેરીયનએ મુસ્લિમ બિરાદરોને નમાઝ પઢવા ગયા વર્ષે મસ્જીદ બંધાવી આપીઃ આ વર્ષે આ મસ્જીદમાં રમઝાન માસમાં નમાઝ પઢવા આવતા તમામ બિરાદરો માટે દરરોજ ઇફતાર પાર્ટીનું આયોજન

યુ.એ.ઇ.: યુ.એ.ઇ.માં ભારતીય મૂળના ઇસાઇ ૪૯ વર્ષીય શ્રી સાજી ચેરીયનએ ગયા વર્ષે ફુઝૈરામાં મસ્જીદ બંધાવી આપી હતી. તથા રમઝાન મહિનામાં આ વિસ્તારમાં રહેતા જુદી જુદી કંપનીઓના મુસ્લિમ બિરાદરોને ટેકસી કરી દૂર આવેલા સ્થળે નમાઝ પઢવા જવાના ખર્ચમાંથી મુકત કર્યા હતા. તેમજ ૮૦૦ બિરાદરોને રમઝાન માસમાં ઇફતાર પાર્ટી આપી હતી.

ઉપરોકત શ્રી સાજી ચેરીયનએ જણાવ્યા મુજબ તેઓ આ વર્ષે પણ તેઓ દરરોજ તમામ નમાઝીઓને ઇફતાર કરાવશે.

ઉલ્લેખનીય છે કે શ્રી ચેરીયન ૨૦૦૩ની સાલમાં માત્ર ૧૦૦ દિરહમની મુડી સાથે UAE ગયા હતા. જેઓ હાલમાં દરરોજ ૮૦૦ મુસ્લિમ બિરાદરોને ઇફતાર કરાવી રહ્યા છે. આ બાબત હિન્દુ મુસ્લિમ તથા ઇસાઇ જ્ઞાતિના તમામ લોકો માટે એકતાની મિશાલ બરાબર છે. તેવો મુસ્લિમ બિરાદરોએ અભિપ્રાય વ્યકત કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:10 pm IST)