Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

‘‘મોરહેડ કેન સ્‍કોલર્સ'' તરીકે ૧૦ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસની પસંદગીઃ મેરીટ મુજબ પસંદ કરાયેલા દેશ વિદેશોના ૭૯ સ્‍કોલર્સમાં સ્‍થાન મેળવ્‍યું

નોર્થ કેરોલિનાઃ યુ.એસ.માં ચેપલ હિલ ખાતેની નોર્થ કેરોલિના યુનિવર્સિટીમાં સ્‍થયાયેલા મોરહેડ કેન ફાઉન્‍ડેશન દ્વારા જાહેર કરાયેલા દેશ વિદેશોના ૭૯ સ્‍કોલર્સમાં ૧૦ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસએ સ્‍થાન હાંસલ કરાયું છે.

આ ૭૯ સ્‍કોલર્સમાં નોર્થ કેરોલિનાના ૪૩, તેમજ વોશીંગ્‍ટન ડીસી તથા અન્‍ય ૧૫ સ્‍ટેટના ૨૯, યુ.કે.ના ૩, કેનેડાના ૨, તેમજ આર્મેનિઆ, ઇટાલી,જમૈકા, પેરૂ, તથા સ્‍વાઝિલેન્‍ડ દરેકના એક એક સ્‍ટુડન્‍ટસનો સમાવેશ થાય છે જે તમામનો અન્‍ડરગ્રેજ્‍યુએટ માટેના ૪ વર્ષના શૈક્ષણિક અભ્‍યાસનો ખર્ચ ફાઉન્‍ડેશન ભોગવશે.

સ્‍કોલર્સ તરીકે સ્‍થાન પામેલા ૧૦ ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસમાં નોર્થ કેરોલિનામાંથી કૃપા સંજીવ પટેલ, વિભુ કિશન આંબિલ, જયા રાની મિશ્રા, પ્રવિણા સોમસુંદરમ, સીતા મેરી ટાયલ, સાન્‍યા શાહ, તથા સોનમ જયોતિ શાહનો સમાવેશ થાય છે. જયારે જયોર્જીયામાંથી નિસર્ગ હેતલ શાહ, ઇન્‍ડિયાનામાંથી શિવાન શંકર ભાર્ગવનો સમાવેશ થાય છે.

(10:21 pm IST)