Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

તમામ પ્રકારના તનાવ દૂર કરવાનું શ્રેષ્‍ઠ માધ્‍યમ ‘‘યોગા'': અમેરિકાના કેપિટલ હિલ ખાતે ઇશા ફાઉન્‍ડેશનના સ્‍થાપક સદગુરૂ જગ્‍ગી વાસુદેવનું ઉદબોધન

કેપિટલ હિલઃ તાજેતરમાં અમેરિકાના કેપિટલ હિલ ખાતે ઇશા ફાઉન્‍ડેશનના સ્‍થાપક તથા ભારતીય સંત સદગુરૂ જગ્‍ગી વાસુદેવના વ્‍યાખ્‍યાનનો પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં કોંગ્રેસમેન સહિત ૫૦ કોમ્‍યુનીટી અગ્રણીઓએ હાજરી આપી હતી. એન્‍વાયરમેન્‍ટ એન્‍ડ હેલ્‍થ વિષયક પ્રશ્નોની છણાંવટ કરાઇ હતી.

ઉપરાંત આ પ્રસંગે ઉદબોધન કરતાં તેમણે જણાવ્‍યું હતું કે મનુષ્‍યના જીવનમાં તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉપલબ્‍ધ હોવા છતાં તનાવ જોવા મળે છે તે દૂર કરવા માટે ‘યોગા' મહત્‍વનું માધ્‍યમ છે ઉપરાંત સતત જાગૃત અવસ્‍થામાં રહેવું જરૂરી છે પડકારોથી ગભરાવાને બદલે તેનો હિંમતપૂર્વક સામનો કરવા તૈયાર રહેવું જોઇએ તેવું તેમણે જણાવ્‍યું હતું. તેવું TV Asia ન્‍યુઝી દ્વારા જાણવા મળે છે.

(8:59 pm IST)