Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

યુ.એસ.ના ઓહિયોમાં યોજાયેલી પ્રાઇમરી ચૂંટણીઓમાં ૩ ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો વિજયીઃ પ્રથમ કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી શ્રી અફતાબ પુરેવાલ, તથા સ્‍ટેટ રીપ્રેઝન્‍ટેટીવ તરીકેની પ્રાઇમરી ચૂંટણીમાં વર્તમાન પ્રતિનિધિ શ્રી નિરજ અંતાણી તથા ડેમોક્રેટ શ્રી અઝીઝ અહમદનો વિજય ડંકોઃ ત્રણે ઉમેદવારો ૬ નવેં. ૨૦૧૮ના રોજ યોજાનારી જનરલ ચૂંટણીઓમાં વિજયી થવાના ઉજ્જવળ સંજોગો

ઓહિયોઃ યુ.એસ.ના નોર્થ કેરોલિના, ઓહિયો, ઇન્‍ડિયાના, તથા વેસ્‍ટ વર્જીનીઆમાં ૮મે ૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલી પ્રાઇમરી ચૂંટમીઓમાં  ઇન્‍ડિયન અમેરિકન ઉમેદવારો કોંગ્રેસ, તેમજ સ્‍ટેટ રીપ્રેઝન્‍ટેટીવની રેસમાં આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળે છે.

ઓહિયોના પ્રથમ કોંગ્રેશ્‍નલ ડીસ્‍ટ્રીકટમાંથી ઇન્‍ડિયન અમેરિકન ડેમોક્રેટ અફતાબ પુરેવાલ પ્રાઇમરી ચૂંટણીમાં વિજેતા થતા હવે તેઓ જનરલ ચૂંટણીમાં વર્તમાન રિપબ્‍લીકન કોંગ્રેસમેન સ્‍ટીવ ચાબોટ સામે ચૂંટણી લડશે. શ્રી પુરેવાલના પિતા ભારતીય છે તથા માતા નિબેટીઅન છે.

ઓહિયો સ્‍ટેટ હાઉસની પ્રાઇમરી ચૂંટણીમાં પણ વર્તમાન રિપબ્‍લીકન પ્રતિનિધિ શ્રી નિરજ અંતાણી ૪૨મા ડીસ્‍ટ્રીકટમાંથી વિજેતા થયા છે. તેઓ હવે જનરલ ઇલેકશનમાં ડેમોક્રેટ ઉમેદવાર સામે ચૂંટણી લડશે.

ઉપરાંત ડેમોક્રેટ શ્રી અઝીઝ અહમદ પ્રાઇમરી ચૂંટણીમાં ૭મા ડીસ્‍ટ્રીકટમાંથી બિનહરીફ ચૂંટાઇ આવ્‍યા છે. તેઓ વર્તમાન રિપબ્‍લીકન પ્રતિનિધિ થોમસ પેટ્રોન સામે જનરલ ચૂંટણી લડશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:53 pm IST)