Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

અમેરિકાની હયુસ્‍ટન યુનિવર્સિટીના ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર તાહિર હુસેનને NIHની ૧.૬ મિલીયન ડોલરની ગ્રાન્‍ટઃ મેદસ્‍વીતાને કારણે કિડની ઉપર આવી જતો સોજો દૂર કરવા માટેનું સંશોધન આગળ વધારશે

હયુસ્‍ટનઃ અમેરિકાની ‘નેશનલ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ હેલ્‍થ(NIH)'એ હયુસ્‍ટન યુનિવર્સિટીના ફાર્માકોલોજી પ્રોફેસર ઇન્‍ડિયન અમેરિકન શ્રી તાહિર હુસેનને ૧.૬ મિલીયન ડોલરની ગ્રાન્‍ટ મંજુર કરી છે.

મેદસ્‍વીતાને કારણે કિડની ઉપર આવી જતો સોજો દૂર કરવા માટે તેઓ સંશોધન કરી રહ્યા છે. જે આ સોજો દૂર કરી કિડનીને થતું નુકશાન અટકાવવા કિડનીના સેલનો ઉપયોગ કરવાને લગતું સંશોધન કરી રહ્યા છે. તેમના આ સંશોધનને આગળ વધારવા NIH દ્વારા ઉપરોક્‍ત ગ્રાન્‍ટ મંજુર કરાઇ છે.

શ્રી તાહિરએ ભારતની અલીગઢ મુસ્‍લિમ યુનિવર્સિટીમાંથી કેમિસ્‍ટ્રી વિષય સાથે બેચલર, માસ્‍ટર, તથા એમ.ફિલ ડીગ્રી મેળવી છે તથા બાયોકેમિસ્‍ટ્રી સાથે ph.D કર્યુ છે બાદમાં તેમણે અમેરિકાની કેરોલિના યુનિવર્સિટીમાંથી પોસ્‍ટ ડોકટરેટ કર્યુ છે.

 

(12:14 am IST)