Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

હજુ ૪ વર્ષ પહેલાં અમેરિકા ગયેલા ભારતના યુવાનને વિચિત્ર અકસ્‍માતઃ બે વાહનો ધડાકાભેર સામસામા અથડાતા સાઇડ વોક ઉપર ચાલ્‍યા જતા યુવાનને અડફેટમાં લઇ લીધોઃ લોન ટ્રી કોલોરાડો હોસ્‍પિટલમાં ગંભીર હાલતમાં દાખલ

ટેકસાસઃ હજુ ૪ વર્ષ પહેલા અમેરિકા ગયેલા ભારતના યુવાન પ્રધવી કન્‍નગાંતિ કોલોરાડો ખાતે વિચિત્ર અકસ્‍માતનો ભોગ બનતા હોસ્‍પિટલમાં જીવન મરણ વચ્‍ચે ઝોલા ખાઇ રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ૨૪ એપ્રિલના રોજ કોલોરાડો ખાતે બસમાંથી ઊતરી સાઇડ વોક ઉપર ચાલ્‍યો જતો હતો ત્‍યારે રોડ ઉપર બે વાહન સામસામા ધડાકાભેર ટકરાયા હતા જે પૈકીના એક વાહનના ડ્રાઇવરે કાબુ ગુમાવતા કન્‍નગાંતિને અડફેટમાં લઇ લીધો હતો. આથી તેના પગ કિડની સહિત અનેક ભાગોમાં ઇજા પહોંચી હતી. તથા અનેક ફ્રેકચર થયા હતા. તેને લોન ટ્રી હોસ્‍પિટલમાં વેન્‍ટીલેન્‍ટર ઉપર રખાયો છે. તથા એક પછી એક ઓપરેશન થઇ રહ્યા છે.

ટેકસાસમાં વસતા ભારતીયોને જાણ થતા તેઓ મદદ માટે પહોંચી ગયા હતા. સહુએ ૩ લાખ ડોલરની રકમ ભેગી કરી સહાય કરવાનું કાર્ય શરૂ કરી દીધુ છે. જે પૈકી ૭મે સુધીમાં ૨૧૬૬૦૫ ડોલર ભેગા થઇ શક્‍યા છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે. 

(12:13 am IST)