Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

ઓસ્ટ્રેલિયામાં 4 પોલીસ અધિકારીઓને ટ્રક નીચે કચડી નાખ્યા : નશો કરી ડ્રાયવિંગ કરનાર ભારતીય મૂળના 48 વર્ષીય મોહિન્દર સિંઘને 22 વર્ષની જેલ સજા

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના ડ્રાયવર 48  વર્ષીય મોહિન્દર સિંઘને આજ બુધવારે 22  વર્ષની જેલસજા ફરમાવાઈ હતી. તેણે ટ્રક પોલીસ અધિકારીઓ સાથે  ભટકાવ્યો હતો જેનાથી કચડાઈ જવાથી ચાર અધિકારીઓ મૃત્યુ પામ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ગયા વર્ષે મેલબોર્નના પૂર્વીય ફ્રીવે પર બની હતી. અકસ્માત દરમિયાન ટ્રક ચાલક નશામાં હતો અને તેને નિંદ્રા પણ અનુભવાતી હતી. વિક્ટોરિયાની સુપ્રીમ કોર્ટે મોહિન્દર સિંઘને સજા સંભળાવી હતી. ઘટના સમયે સિંહ થાકેલો  અને નશામાંહતો.ઘટના પહેલા તેણેડ્રગનું સેવન કર્યું હતું.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:57 pm IST)
  • રાજકોટમાં દાણાપીઠના વેપારીઓનું આવતીકાલ ગુરૂવાર ૧૫ એપ્રિલથી રવિવાર ૧૮ એપ્રિલ ૨૦૨૧ સુધી અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન રહેશે : રાજકોટ દાણાપીઠમાં આવેલી હોલસેલ અને રીટેલની અંદાજે ૨૫૦ જેટલી દુકાનો સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ખુલ્લી રહેશે તેવુ એસોસીઍશનના હોદ્દેદારો દ્વારા જાણવા મળે છે access_time 5:22 pm IST

  • રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ થયા કોરોના સંક્રમિત : સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા access_time 7:57 pm IST

  • CBSE ધો. ૧૨ની પરીક્ષા મોકૂફ : ધો. ૧૦ની પરીક્ષા રદ્દ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોજેલ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન અને શિક્ષણ સચિવ સાથે યોજાયેલ બેઠકમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સીબીએસઈ પરીક્ષાઓને લઈને મોટો નિર્ણય કર્યો છે. સીબીએસઈ ધો.૧૨ની પરીક્ષા મોકૂફ અને ધો.૧૦ની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે access_time 2:14 pm IST