Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વિદેશી નાગરિકત્વ ધરાવતા ભારતીય મૂળના લોકોએ ઇન્કમટેક્ષ રીટર્નમાં હવે વધારાની માહિતી આપવી પડશેઃ ડબલ ટેકસ ભરવો ન પડે તે માટે આઇડન્ટીફિકેશન નંબર, વિદેશમાં પ્રોપર્ટીની વિગત, સહિતની માહિતી આપવાની રહેશેઃ ભારતના ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનો છેલ્લો પરિપત્ર

ન્યુદિલ્હીઃ વિદેશી નાગરિકત્વ ધરાવતા ભારતીય મૂળના લોકોએ ડબલ ટેકસ ભરવો ન પડે તે માટે ઇન્કમટેક્ષ રીટર્નમાં હવેથી થોડી વધારાની માહિતી આપવી પડશે. તેવું ભારતના ઇન્મકટેક્ષ ડીપાર્ટમેન્ટએ નક્કી કર્યુ છે.

આ વધારાની માહિતીમાં તેણે વિદેશમાં ભરેલા ટેકસની વિગત દર્શાવતો ટેકસ આઇડન્ટીફિકેશન નંબર દર્શાવવો પડશે. ઉપરાંત વિદેશમાં કોઇ પ્રોપર્ટી હોય તો તેની વિગત આપવાની રહેશે. તથા ઓવરસીઝ ટેકસ રેસીડન્સી સર્ટિફિકેટ રજુ કરવાનું રહેશે. તેવું ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટના છેલ્લા પરિપત્રમાં દર્શાવાયુ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:52 pm IST)