Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

૨૦૧૮ની સાલમાં સૌથી વધુ રેમીટન્સ મેળવનાર દેશ તરીકે ભારત પ્રથમ ક્રમેઃ વર્લ્ડ બેંકનો અહેવાલ

વોશીંગ્ટનઃ વિશ્વમાંથી સૌથી વધુ નાણાંનો પ્રવાહ મેળવનાર દેશ તરીકે ૨૦૧૮ની સાલમાં ભારત પ્રથમ ક્રમે હોવાનું વર્લ્ડ બેંકના અહેવાલમાં જણાવાયું છે. જે મુજબ ૨૦૧૮ની  સાલમાં ભારતમાં ૭૯ બિલીઅન ડોલરનું ભંડોળ ઠલવાયું હતું. જે રકમ અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ છે. આ વધારો આગલા વર્ષની સરખામણીમાં ૧૪ ટકા વધારે છે.

ભારત પછી સૌથી વધુ રેમીટન્સ મેળવનાર દેશ તરીકે ચીન છે. જેણે ૨૦૧૮ની સાલમાં ૬૭ બિલીઅન ડોલરનું ભંડોળ મેળવ્યું હતું.

(8:50 pm IST)