Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

સ્કોલ ફાઉન્ડેશન ઈમર્જીગ લીડર્સ ૨૦૧૮”: ૨૩ માર્ચના રોજ જાહેર કરાયેલી ૧૨ ઈમર્જીગ લીડર્સની યાદી માં સ્થાન મેળવતી ઇન્ડિયન અમેરિકન મહિલાઓ સુશ્રી બુવાના ડયુરાઈઝમ તથા સુશ્રી પ્રિયંકા ખેર

વોશીંગ્ટન : યુ,એસ.માં સ્કોલ ફાઉન્ડેશનના ઉપક્રમે ૧૬માર્ચના રોજ જાહેર કરાયેલી  ૨૦૧૮ની સાલની ૧૨ ઈમર્જીગ લીડર્સની યાદીમાં ૨ ઇન્ડિયન અમેરિકનએ  સથાન મેળવ્યું છે.

        આ ૨ ઇન્ડિયન અમેરિકનમાં સુશ્રી બુવાના ડયુરાઈઝમ તથા સુશ્રી પ્રિયંકા ખેરનો સમાવેશ થાય છે જેઓને લીડરશીપ સ્કિલ્સ , તેમજ તેમના અનુભવો સહિતની બાબતે સાપ્તાહિક પોગ્રામમાં શામેલ કરાશે બાદમાં તેઓ  ઈમર્જીગ લીડર્સ એલ્યુમ્ની કૉમ્યુનિટી મેમ્બર ગણાશે. સુશ્રી બુવાના water.org ના સિનયર પોગ્રામ મેનેજર છે. તથા માઈક્રોસોફ્ટ  ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે ભારત અને બાગ્લાદેશ નો ૧૨ વર્ષનો અનુભવ ધરાવે છે. ઉપરાંત સુનામીના ૮૦૦૦ જેટલા અસરગ્રસ્તને તેઓ મદદરૂપ થવાનો રેકોર્ડ ધરાવે છે.  

       જયારે સુશ્રી ખેર સેલ્સ એકાઉન્ટસ, કસ્ટમર સર્વિસ, મિડીયા, પ્રોડકશન,સહિતના ક્ષેત્રે છેલ્લા એક દશકાનો અનુભવ ધરાવે છે . હાલમાં તેઓ બ્રેકથ્રુમાં માસ મિડીયા તથા ડીજીટલ વર્ક, ફિલ્મ, રેડિયો,ગ્રાફિક ડીઝાઇન સહિતના ક્ષેત્રે કાર્યરત છે. 

(10:42 pm IST)