Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

દુબઇ સ્‍થિત ભારતીય મૂળના ર૭ વર્ષીય યુવાનને ૩ માસની જેલ : પોતાના જ સંબંધી તેવા પરિવારની ૧૩ વર્ષીય પુત્રીને ઇમેલથી પોર્ન ફિલ્‍મ મોકલવાનો તથા મોકો મળ્‍યે છેડતી કરવાનો આરોપ પુરવાર : સજા પુરી થયે દેશનિકાલ કરાશે

દુબઇ :  પોતાના સંબંધી તેવા પરિવારની ૧૩ વર્ષીય પુત્રીને અવાર નવાર પોર્નેગ્રાફિક ફિલ્‍મો ઇમેલથી મોકલવા બદલ તથા તેના ઘરની મુલાકાત વખતને છેડતી કરવાના આરોપસર ભારતીય મુળના ર૭ વર્ષીય યુવાનને દુબઇ કોર્ટએ ૩ માસની જેલ સમજા ફરમાવી છે. તથા સજા પુરી થયે દેશનિકાલનો હુકમ કર્યો છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

ભારતીય મુળના જ સંબંધી પરિવારને ત્‍યાં અવારનવાર જતો આ યુવાન છેલ્લા ર વર્ષથી સગીર બાળકીની મોકો મળ્‍યે છેડતી કરતો હતો. તથા ઓગ. ર૦૧૭ થી તેણે આ બાળકીને પોર્ન ફિલ્‍મો ઇમેલથી મોકલવાનું પણ શરૂ કરી દીધું હતું. જે તેની માતાને ખબર પડી જતા ફરીયાદ નોંધાવાઇ હતી. જો કે યુવકે પોતે નિર્દોષ હોવાનું તથા અપીલ કોર્ટમાં જવાનું જણાવ્‍યું હતું.

(11:02 pm IST)