Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

યુ.એસ.ના ન્યુયોર્ક સ્ટેટ સેનેટર તરીકે ફરી વાર ઉમેદવારી નોંધાવતા સુશ્રી પ્રમિલા મલ્લિકઃ ૨૦૧૬ની સાલમાં પરાજીત થયા હતાઃ આ વખતના અલગ સંજોગોને ધ્યાને લઇ બીજી વખત ઝુકાવ્યુ

ન્યુયોર્કઃ ઇન્ડિયન અમેરિકન એન્વાયરમેન્ટલ એકટીવીસ્ટ મહિલા સુશ્રી પ્રમિલા મલ્લિકએ ન્યુયોર્ક સ્ટેટ સેનેટમાં ૪૨મા ડીસ્ટ્રીકટમાંથી ડેમોક્રેટ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

આ અગાઉ ૨૦૧૬ની સાલમાં પણ તેઓ આ સીટ માટે ચૂંટણીમાં ઊભા રહ્યા હતા. પરંતુ પરાજીત થયા હતા. તેમણે ફરીથી ઉમેદવારી નોંધાવતા જણાવ્યું હતું લોકો વર્તમાન સરકારની નીતિ જ્ઞતિઓની નારાજ છે તેથી તેઓ આ વખતે ફરીથી ચુંટણી લડવા તૈયાર થયા છે.

ખાસ કરીને પ્રજાનું જીવન ધોરણ કથળી રહ્યુ હોવાથી દેશના અસ્તિત્વ માટે તેઓ ઝઝુમવા માંગે છે તેઓ એન્વાયરમેન્ટ, નૈતિકતા, એજ્યુકેશન, એનર્જી તથા એમ્પલોયમેન્ટ સહિતના મુદે ચૂંટણી લડી રહ્યા છે. ગયા વર્ષે વેવાન્ડામાં નેચરલ ગેસ પાવર પ્લાન્ટ સામે વિરોધ નોંધાવવામાં તેઓ અગ્રેસર હતા. તેમજ દેખાવો કરવા બદલ તેમણે ૪ દિવસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. તેઓ અનેક ઓર્ગેનાઇઝેશન્શ સાથે જોડાયેલા છે.

(10:36 pm IST)
  • બીએસએનના ગેરકાયદે ટેલીફોન એકસ્ચેન્જમાં કલાનીધી મારન, દયાનીધી મારન અને બીજા પાંચને છોડી મુકવા સીબીઆઇ કોર્ટનો આદેશઃ કહ્યું કે પ્રોસીકયુશન આ કેસ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ છે access_time 5:14 pm IST

  • ૪૧ લાખ બેન્ક ખાતાઓ એસબીઆઈએ બંધ કર્યા :બેન્ક ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ નહિ રાખવા સબબ એસબીઆઈ (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા)એ દેશભરમાં તેમની બ્રાન્ચોમાં આવેલ ૪૧.૨ લાખ ખાતા બંધ કરી દીધાનું એક માહિતી આપતા રિઝર્વ બેન્કે જણાવ્યુ છે access_time 4:55 pm IST

  • ''ભાજપા'' નહિ, હવે 'આજપા'' !! :જાણીતા પત્રકાર અમેય તિરોડકરે ટ્વીટ કરી લખ્યું છે કે, જે ઝડપથી ભાજપમાં ''આયાત'' થઈ રહી છે તે જોતા લાગે છે કે નાગપુરથી હવે પક્ષનું બદલવાનો પ્રસ્તાવ આવી જશે - ''આજપા'' રાખીશું, આયાત જનતા પાર્ટી !! access_time 4:56 pm IST