Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિપલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO)'': વિશ્વ વ્‍યાપ્‍ત ભારતીયોના પ્રશ્નોને વાચા આપતું સંગઠનઃ અમેરિકમાં ‘‘know india'' પ્રોગ્રામના લોંચીગ માટે ભારતના કોન્‍સ્‍યુલ જનરલ સાથે મીટીંગનું આયોજન કર્યુ

ન્‍યુયોર્કઃ ‘‘know ઇન્‍ડિયા પ્રોગ્રામ'': અમેરિકામાં રહેતા ભારતીયોની નવી પેઢી કે જેણે ભારતની મુલાકાત લીધી નથી. તેઓ પોતાના વતન વિષે માહિતગાર થાય તે માટે સપ્‍ટેં.૨૦૧૭માં ભારતના વિદેશમંત્રી સુશ્રી સુષ્‍મા સ્‍વરાજ સમક્ષ ‘‘know ઇન્‍ડિયા પ્રોગ્રામ'' લોંચ કરવા રજુઆત થઇ હતી. જે રજુઆત ‘‘ગ્‍લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પિયલ ઓફ ઇન્‍ડિયન ઓરીજીન (GOPIO) દ્વારા કરાઇ હતી.

જેના પ્રતિભાવ રૂપે તાજેતરમાં ૨૦ ફેબ્રુ.૨૦૧૮ના રોજ અમેરિકા ખાતેના ભારતના રાજદૂતાવાસ ખાતે GOPIOના પ્રતિનિધિઓને વાતચીત કરવા માટે બોલાવાયા હતા. જેમણે  NRI અને PIOને લગતા પ્રશ્નો રજુ કર્યા હતા.

આ તકે ભારતના કોન્‍સ્‍યુલ જનરલ શ્રી સંદીપ ચક્રવર્તી સાથે વાતચીત કરવા ઞ્‍બ્‍ભ્‍ત્‍બ્‍ના આગેવાનો ચેરમેન ડો. થોમસ અબ્રાહ્મ, વાઇસ પ્રેસિડન્‍ટ શ્રી રામ ગઢવી, સેક્રેટરી ડો.રાજીવ મહેતા, ઉપરાંત શ્રી દિનેશ મિત્તલ, શ્રી પ્રકાશ શાહ, શ્રી નામી કૌર, તથા સુશ્રી સુધા આચાર્ય સહિતનાએ ન્‍યુયોર્ક મુકામે હાજર રહ્યા હતા.

(9:41 pm IST)