Gujarati News

Gujarati News

News of Sunday, 11th March 2018

ISKCON હયુસ્‍ટનના ઉપક્રમે ગૌરી પૂર્ણિમા ઉત્‍સવ ઉજવાયોઃ ચૈતન્‍ય મહાપ્રભુને પંચામૃત સ્‍નાન કરાવાયું: હરે ક્રિશ્‍ના, હરે રામની ધૂન, ભજન, કિર્તન,આરતી તથા સાંસ્‍કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા

હયુસ્‍ટનઃ ‘‘ઇન્‍ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્‍શીઅશનેસ (ISKCON) હયુસ્‍ટન''ના ઉપક્રમે તાજેતરમાં ગૌરી પૂર્ણિમા ઉત્‍સવ કે જે હવે ગોલ્‍ડન ફુલ મૂન ઉત્‍સવ તરીકે ઉજવાઇ ગયો જે ૫૩૨ વર્ષ પહેલા થઇ ગયેલા ચૈતન્‍ય મહાપ્રભુએ આપેલા હરે ક્રિશ્ન હરે રામ મંત્રીને સાર્થક કરવા ઉજવાય છે.

વૈશ્નવોના લોકપ્રિય તહેવાર તરીકે ઉજવાતા આ ઉત્‍સવના દિવસે અનુયાયીઓ ઉપવાસ કરે છે અને પૂનમના ચંદ્રના દર્શન બાદ પારણું કરે છે.

આ પ્રસંગે ભગવાન નિત્‍યાનંદને અભિષેક તથા સ્‍નાન કરાવાયુ હતુ જે માટે દૂધ, ઘી, મધ, સહિતની સામગ્રીઓનો ઉપયોગ કરાયો હતો. બાદમાં પૂજય હનુમત પ્રેક્ષા સ્‍વામીએ ચૈતન્‍ય મહાપ્રભુના ઉપદેશ વિશે ઉદબોધન કર્યુ હતુ. આરતી તથા પ્રસાદના આયોજનો કરાયા હતા. સાંસ્‍કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. કિર્તન ભજન તથા ડ્રામાનો સહુએ આનંદ માણ્‍યો હતો. તથા હરે ક્રિશ્ન હરે રામની ધૂન બોલાવી હતી. તેવું IAN દ્વારા જાણવા મળે છે.

(9:21 pm IST)