Gujarati News

Gujarati News

News of Sunday, 11th March 2018

ભારતથી યુ.કે. જતા પ્રવાસીઓની વીઝા ફી ૩૮૮ પાઉન્‍ડથી ઘટાડી ૮૯ પાઉન્‍ડ કરવાની ભલામણઃ ભારતીય પ્રવાસીઓની સંખ્‍યામાં થઇ રહેલા ઘટાડાને ધ્‍યાને લઇ રોયલ કોમનવેલ્‍થ સોસાયટીનું સૂચન

લંડનઃ ભારતથી યુ.કે. જતા પ્રવાસીઓ માટે વીઝા ફી બે વર્ષ માટે ૩૮૮ પાઉન્‍ડ લેવાય છે તે ઘટાડીને ૮૯ પાઉન્‍ડ કરવાની ભલામણ યુ.કે.ની અગ્રણી ગણાતી થીંક ટેંક રોયલ કોમનવેલ્‍થ સોસાયટીએ કરી છે.

કમિટીએ કરેલા સર્વેમાં જાણવા મળ્‍યા મુજબ ભારતથી યુ.કે. આવતા પ્રવાસીઓની સંખ્‍યા ઘટવા લાગી છે. જેમાં ૨૦૧૬ની સાલમાં ૧.૭૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. સામે પક્ષે ભારતથી ફ્રાંસ જતા પ્રવાસીઓની સંખ્‍યામાં ૫.૩ ટકાનો વધારો નોંધાયો છે આથી યુ.કે.ના ટુરીઝમ ઉદ્યોગને પ્રોત્‍સાહિત કરવા આ વીઝા ફીમાં ઘટાડો કરવાની હિમાયત કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે આ અગ્રણી થીંક ટેંકને એર લાઇન્‍સ યુ.કે, એરપોર્ટ ઓપરેટર્સ એશોશિએશન, કોન્‍ફડરેશન ઓફ ઇન્‍ડિયન ઇન્‍ડસ્‍ટ્રીઝ, એડવર્ડિઅન હોટેલ્‍સ, ટુરીઝમ એલાયન્‍સ, સહિતના ઓર્ગેનાઇઝેશન્‍શનું સમર્થન છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:20 pm IST)