Gujarati News

Gujarati News

News of Sunday, 11th March 2018

‘‘બ્રેઇન અવેરનેસ વીક'': યુ.એસ.ના કેરિઓટ, કેલિફોર્નિયામાં ઇન્‍ડિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ દ્વારા ૧૨ માર્ચ થી ૧૮ માર્ચ દ્વારા ઉજવાનારૂ સપ્તાહઃ ન્‍યુરો સાયન્‍સ પ્રદર્શન દ્વારા ન્‍યુરોલોજીક ડીસ્‍ઓર્ડર્સ, સાઇકોલોજી એડવાન્‍સમેન્‍ટ, ન્‍યુરોટોમી, ન્‍યુરોએથિકસ સહિતની બાબતો અંગે માર્ગદર્શન અપાશે

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ન્‍યુરો સાયન્‍સના શિક્ષણ તથા વ્‍યાપ માટે વિદ્યાર્થીઓ દ્વારા કાર્યરત નોન પ્રોફિટ synapseના ઉપક્રમે કેરિટોસ તથા આજુબાજુના વિસ્‍તારોમાં ‘‘બ્રેઇન અવેરનેસ વીક'' ઉજવાનું નક્કી કરાયુ છે.

૧૨ માર્ચની ૧૮ માર્ચ ૨૦૧૮ દરમિયાન ઉજવાનારા આ વીક અંતર્ગત વ્‍હાઇટન હાઇસ્‍કૂલ તથા કેરીટોસ હાઇસ્‍કુલના ઇન્‍ડિયન અમેરિકન વિદ્યાર્થીઓ ન્‍યુરોસાયન્‍સનું પ્રદર્શન કરાવશે. જેમાં ન્‍યુરોલોજીકલ ડીસ્‍ઓર્ડર્સ, સાઇકોલોજી, એડવાન્‍સમેન્‍ટ ઇન ન્‍યુરો સાયન્‍સ, ન્‍યુરોનેટોમી, તથા ન્‍યુરોએથિકસને લગતા નિદર્શન દર્શાવાશે. જે કેરીઓટ લાયબ્રેરી ૧૮૦૨૫, બ્‍લુમફિલ્‍ડ એવ. કેરિટોસ, કેલિફોર્નિયા ખાતે આખો દિવસ જોવા મળશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:18 pm IST)
  • નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દુધાત, અમરીશ ડેરને ગૃહમાંથી ૩ વર્ષ માટે અને બલદેવ ઠાકોરને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મૂકી છે access_time 6:16 pm IST

  • ગાંધીનગર પંથકની પેથાપુર નગરપાલીકામાં ભાજપના તમામ સભ્યોના રાજીનામા? મોટો ભૂકંપઃ હોદદારો સહિત સંગઠનના બધા સભ્યોના ડમ્પીંગ સાઇટના વિરોધમાં રાજીનામા પડશે access_time 11:50 am IST

  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા: 2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા access_time 10:39 am IST