Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

યુએઈ ની બેંકોનું ભારતીય મૂળના નાગરિકો તથા કોર્પોરેટ્સ પાસે અધધ....50 હજાર કરોડ રૂપિયાનું લેણું : લોન ચૂકવ્યા વિના બેન્કોને ધુમ્બો મારી ભારત આવતા રહેલા બાકીદારો ઉપર જપ્તી લાવશે

દુબઇ : યુએઈ ની દુબઇ તેમજ અબુધાબી ખાતે આવેલી જુદી જુદી બેન્કોમાંથી લોન લીધા પછી ચૂકવી આપવાને બદલે ધુમ્બો મારી ભારત આવતા રહેલા ભારતીય મૂળના નાગરિકો તથા કોર્પોરેટ્સ પાસેનું લેણું વસૂલવા યુએઈની બેન્કોએ આપેલા જપ્તી વોરંટના આધારે આ બેંકો ભારતની કોર્ટ સમક્ષ જપ્તી વોરંટ  કાઢી આપવા રજુઆત કરશે જેના આધારે કાર્યવાહી આગળ વધારશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

યુએઈ ની બેંકોનું ભારતીય મૂળના નાગરિકો તથા કોર્પોરેટ્સ પાસે અધધ....50 હજાર કરોડ રૂપિયાનું લેણું : લોન ચૂકવ્યા વિના બેન્કોને ધુમ્બો મારી ભારત આવતા રહેલા બાકીદારો ઉપર જપ્તી લાવશે.

(1:33 pm IST)