Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

બ્રિટનમાં ભારતીયોનો દબદબો : શ્રી ઋષિ સોનકની ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે નિમણુંક

લંડન : બ્રિટનના ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે ભારતીય મૂળના 37 વર્ષીય યુવાન શ્રી ઋષિ સોનકની નિમણુંક થઇ છે તેઓ ઇન્ફોસિસના નારાયણ મુર્થીના જમાઈ છે તથા 2015 ની સાલથી રાજકારણમાં સક્રિય છે ઉપરાંત પ્રાઈમ મિનિસ્ટરના વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકેની છાપ ધરાવે છે તેમણે ચૂંટણીમાં પણ પ્રાઈમ મિનિસ્ટરના કમપેનમાં જવાબદારી સંભાળી હતી તથા આ અગાઉ ચીફ ટ્રેઝરર તરીકે કામગીરી બજાવી ચુક્યા છે.

(7:25 pm IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST