Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

યુ.એસ. સેનેટર તરીકે ચૂંટણી લડી રહેલા ઇન્ડિયન અમેરિકન ડેમોક્રેટ મહિલા સુશ્રી સારા ગિડનને મળી રહેલો ભવ્ય પ્રતિસાદ : મૈને સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ તથા સ્પીકર સુશ્રી ગિડનએ 2019 ના છેલ્લા ક્વાર્ટરમાં 3.5 મિલિયન ડોલર ભેગા કરી લીધા

મૈને : યુ.એસ.માં મૈને સ્ટેટ રીપ્રેઝન્ટેટિવ તથા સ્પીકર  તથા સેનેટ ઉમેદવાર ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સારા ગિડનને સેનેટર તરીકેની ચૂંટણી લડવા માટે ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો હોવાનું જાણવા મળે છે.જે મુજબ તેમના ચૂંટણી કંપેન દ્વારા જણાવાયા મુજબ તેમણે 2019 ના છેલ્લા ક્વાર્ટરમાં 3.5 મિલિયન ડોલર ભેગા કરી લીધા છે.તેઓ વર્તમાન રિપબ્લિકન સેનેટરને મહાત કરવા માંગે છે.
સુશ્રી સારાએ જૂન 2019 માં ઉમેદવારી નોંધાવ્યા પછી અત્યાર સુધીમાં 7.6 મિલિયન ડોલર ભેગા કરી લીધા છે.તેમને ડેમોક્રેટિક સેનેટોરિઅલ કમપેન કમિટીનું સમર્થન છે. ઉપરાંત પ્લાનેડ પેરેન્ટહુડ એક્શન કમિટીનું પણ સમર્થન છે.તેઓને  2019 ના છેલ્લા ક્વાર્ટરમાં મળેલા ડોનેશન પૈકી  95 ટકા રકમ 100 ડોલરથી ઓછી રકમ આપનારા ડોનર્સની છે.

(1:32 pm IST)
  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST