Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

અમેરિકાના અમુક શહેરોમાં ભારતના CAA કાનૂનના થઇ રહેલા વિરોધ વચ્ચે નવું સૂચન : કાનૂનનું નામ" શરણાર્થી કાનૂન " રાખો : પાડોશી દેશોમાં શોષણ અને અન્યાયનો ભોગ બનતા ધાર્મિક લઘુમતી લોકોને આશ્રય આપતો કાનૂન

ન્યુયોર્ક : યુ.એસ.માં ફાઉન્ડેશન ફોર ઇન્ડિયા એન્ડ ઇન્ડિયન ડાઈસ્પોરાઃ અગ્રણી ખંડેરાવ કાંડાએ અમેરિકાના અમુક શહેરોમાં ભારતના CAA કાનૂનના થઇ રહેલા વિરોધ વચ્ચે નવું સૂચન કર્યું છે જે મુજબ તેમણે ભારતના આ નવા કાનૂનનું નામ શરણાર્થી કાનૂન રાખવાની ભલામણ કરી છે. જેને પાડોશી દેશોમાં શોષણ અને અન્યાયનો ભોગ બનતા ધાર્મિક લઘુમતી લોકોને આશ્રય આપતો કાનૂન ગણવાથી ગેરસમજ દૂર થશે તેમ જણાવ્યું છે.
તેમણે વોશિંગટન ડીસીના ઉપનગર વર્જિનિયામાં ઉદબોધન કરતી વખતે ઉપરોક્ત વાત કરી હતી.

(7:59 pm IST)