Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

" હેટ ક્રાઇમ " : ઇન્ડિયન અમેરિકન શીખ અધિકારી ઉપર સળંગ ચાર વખત ગોળીબાર : બુલેટપ્રુફ બખ્તર પહેર્યું હોવાથી બચાવ : સારવાર માટે હોસ્પિટલમા દાખલ

સાન્ટાક્લારા : યુ.એસ.માં સાન્ટાક્લારા ડેપ્યુટી શેરીફ તરીકે ફરજ બજાવતાં ઇન્ડિયન અમેરિકન શીખ અધિકારી શ્રી સુખદીપ ગિલ ઉપર 31 જાન્યુઆરીના રોજ તેઓ ફરજ ઉપર હતા ત્યારે બે અજાણ્યા હુમલાખોરોએ ચાર વખત ગોળીબાર કરી તેમની હત્યા કરવાની કોશિશ કરી હતી જોકે તેમણે બુલેટપ્રુફ બખ્તર પહેર્યું હોવાથી આબાદ બચાવ થયો હતો તેમછતાં થયેલી ઇજાઓને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
હેટ ક્રાઇમ સમાન આ બનાવના ભારે ઘેરા પડઘા પડ્યા છે

(1:51 pm IST)