Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

અમેરિકામાં બે એરિયા તુલુગુ એશોશિએશનના ઉપક્રમે સંક્રાત તથા પ્રજાસત્તાક દિન ઉજવાયા : રંગબેરંગી પતંગોથી સ્ટેજ શણગારાયું : સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા : એક હજાર ઉપરાંત ઇન્ડિયન અમેરિકન્સ ઉમટી પડ્યા


કેલિફોર્નિયા : અમેરિકામાં તાજેતરમાં બે એરિયા તેલુગુ એશોશિએશનના ઉપક્રમે જાન્યુઆરી માસ દરમિયાન આવતા ભારતના બે મોટા ઉત્સવો ઉજવાઈ ગયા જે અંતર્ગત મકર સંક્રાત તથા ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી.
એક હજાર ઉપરાંત ઇન્ડિયન અમેરિકન્સની ઉપસ્થિતિમાં ઉમંગભેર કરાયેલી ઉજવણી દરમિયાન સ્ટેજને રંગબેરંગી પતંગોથી શણગારવામાં આવ્યું હતું તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા તેવું જાણવા મળે છે. 

 

(8:01 pm IST)
  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • હું મહારાષ્ટ્રની બહાર જવા માંગતો નથી : નોકરી આડે 2 વર્ષ બાકી છે તે દરમિયાન અન્ય રાજ્યમાં બદલી થતાં બોમ્બે હાઇકોર્ટ જજ શ્રી ધર્માધિકારીનું રાજીનામુ : રાષ્ટ્રપતિ દ્વારા મંજુર થવાનું બાકી access_time 8:06 pm IST

  • પૂ.ગુરૂદેવની તબિયત ફરી લથડી : આઈસીયુમાં પુનઃ દાખલ : સાંજે લાઈવ દર્શન નહિં : પૂ. હરિચરણદાસજી બાપુની તબિયત ફરી બગડી હોવાનું જાણવા મળે છે : તેઓને ફરીથી આઈસીયુમાં લઈ જવાયા છે : ઉલ્લેખનીય છે કે પૂ.ગુરૂદેવનું થાપાનું ઓપરેશન કર્યા બાદ તેઓની તબિયત ઘણી સારી હતી : આજે બપોરે તેઓની તબિયત બગડી હતી : આજે સાંજે વોકહાર્ટ હોસ્પિટલના ટીવી સ્ક્રીન ઉપર તેઓના લાઈવ દર્શન નિહાળી શકાશે નહિં : આ લખાય છે ત્યારે તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળે છે access_time 4:05 pm IST