Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

" સેવા દિવાલી " : યુ.એસ.ના ન્યૂજર્સીમાં હિન્દૂ ઇન્ડિયન અમેરિકન કોમ્યુનીટીનું પ્રશંશનીય કૃત્ય : જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવા 55 હજાર ડોલર ભેગા કર્યા

ન્યુજર્સી : છેલ્લા 2 વર્ષથી જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવા કાર્યરત યુ.એસ.ના ન્યૂજર્સીમાં હિન્દૂ ઇન્ડિયન  અમેરિકન કોમ્યુનીટી દ્વારા રકમ ભેગી કરી ભૂખ્યા જનોની આતરડી ઠારવા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવે છે.જે અંતર્ગત ગયા વર્ષે 18 હજાર ડોલર ભેગા કર્યા બાદ આ વર્ષે આ સેવાકીય કાર્યને હિન્દૂ ,શીખ ,જૈન ,સહીત વિવિધ કોમ્યુનિટીનો સહયોગ મળતા 55 હજાર ડોલર ભેગા થઇ શક્યા હતા.જેના થકી તૈયાર કરાયેલા ફૂડ પેકેટ્સ વિતરણ કરવામાં એક હજાર જેટલા વોલન્ટિયર્સ મદદરૂપ થયા હતા.જે માટે હિન્દૂ સ્વયંસેવક સંઘનો પણ સહયોગ મળ્યો હતો.

(2:02 pm IST)
  • વડાપ્રધાન વારાણસી આવવાના હોવાથી સફાઈ કરી રહેલા કર્મચારીને કારે ટક્કર મારી : સ્થળ ઉપર જ મોત : કાર ચાલક રફુચક્કર : રસ્તા ચક્કાજામ : 16 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના આગમન પહેલા કરૂણ બનાવ : સફાઈ કર્મચારીઓએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો : મૃતકના પરિવાર માટે વળતર માગ્યું : આરોપીને સજા કરાવવા માંગણી કરી access_time 7:28 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • કાશ્મીરીઓને પણ ભારતના અન્ય નાગરિકો જેવા જ સમાન અધિકારો મળવા જોઈએ : નજરકેદ રખાયેલા કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉંમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાની પત્રકારો સાથે વાતચીત access_time 7:50 pm IST