Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

ગુજરાતી સીનીયર સોસયટી પ્લેનોના ઉપક્રમે ભારતનો ૭૧મો પ્રજાસત્તાક દિન ઉજવાયો


ટેક્સાસ : ગુજરાતી સીનીયર સોસયટી પ્લેનોની ૨૦૨૦ ની પ્રથમ મીટીંગ ૨૨મી જાન્યુઆરીના રોજ સાંજે ૫ વાગે મીનરવા બેંક્વેટ હોલ ખાતે મળી હતી. આ દિવસે ભારત ના ૭૧ માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી કરવામાં આવેલ ... પ્રથમ હોલમાં ગણતંત્ર દિવસની પરેડનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભારતીય રાષ્ટ્રધ્વજ અને USA  ના ધ્વજ સાથે પરેડની શરુઆત કરવામાં આવેલ.વંદેમાતરમ અને અને જયહિંદના નારા સાથે હોલ ગુંજીઉઠેલ. ત્યાર બાદ વંદેમાતરમ ગીતનું ગાન કરવામાં આવેલ. પ્રમુખશ્રી સુભાષ શાહ એ પ્રજાસત્તાક દિન ની ઉજવણીની શુભેચ્છા પાઠવેલ . તેમજ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવેલ. અને સાથ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ નવા વર્ષના કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી . આજની પરેડમાં શ્રી નગીનભાઈ જગડા ગાંધીજી ના ડ્રેસમાં આવેલ.

      સમાજના જે ત્રણ સભ્યોના પરીવારના સભ્યો દેવલોક પામેલ તેઓને શ્રધાંજલી આપવામાં આવી હતી.પ્રથમ સેક્રેટરી હર્ષાબેન ગાધીના માતાશ્રી ત્રીલોચનાબેન મોદી, પ્રમુખશ્રી સુભાષ શાહ ના મોટાભાઈ સુરેશભાઈ શાહ ભારત મુકામે તથા ઉર્વશીબેન રમેશભાઈ શાહના હસબન્ડ  રમેશભાઈ નું દુઃખદ અવસાન થયેલ તે બદલ ૨ મિનિટ મૌન પાળીને શ્રધ્ધાંજલિ આપવામાં આવેલ. ત્યાર બાદ આ મહિનામાં જે સભ્યોની Birthday હતી તેમને birthaday card  તેમજ રોમાબેન પીટડીયા તરફથી ગીફ્ટ આપીને સન્માન કરવામાં આવેલ. શ્રી પ્રેમભાઈ શાહે લગભગ ૧ કલાક સુધી દેશભક્તિ સભર  ગીતો ગાઈને સૌને દેશભક્તિમાં તરબોળ કરી દીધા હતા તેમજ સૌએ આ ગીતો ઉપર સુંદર ડાન્સ પણ કરેલ. સીયાટલથી શ્રી પ્રવિણભાઈ શાહ ગેસ્ટ તરીકે પધારેલ અને તેઓએ હાસ્ય યોગા કરાવેલ. અને સૌને ખૂબ હસાવેલ. અંતમાં પીયુષભાઈ તથા રૃપલબેન તરફથી સ્વીટ આપવામાં આવેલ. અંતમાં સૌ ગુજરાતી ભોજનનો સ્વાદ માણીને છુટા દેશ્ભક્તિના પડ્યા હતા તેવું શ્રી સુભાષ શાહ, દલાસની યાદી જણાવે છે.

(12:11 pm IST)